તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણ સામે ખેલાડીઓએ પ્રકૃતિ અને ક્ષમતા અનુસાર નિયમિત વ્યાયામ કરી શારીરિક ક્ષમતા ટકાવી રાખવા ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો.ભાગવતસિંહ વનારે શારીરિક તંદુરસ્તી અને માનસિક સુખાકારી વિષય પર યોજાયેલા વેબિનારમાં જણાવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીએ મંગળવારે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિસંવાદ યોજાયો હતો.
આ વેબિનારમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ અગ્રસચિવ સી.વી.સોમ, અંજુ શર્મા અને સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા જોડાયા હતા. એટલું જ નહીં રાજ્યની વિવિધ યુનિવર્સિટીના કુલપતિ, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં સાંપ્રત સમયના કોરોના સંકટ લોકડાઉન પરિસ્થિતિમાં પોતાનું વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. સ્પોર્ટસ યુનિવર્સિટીના આ વેબિનારની પ્રશંસા કરતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરી નકારાત્મક પરિસ્થિતિને સકારાત્મક તરફ પોતાની મનોસ્થિતિનો વિસ્તાર કરવા અનુરોધ કર્યો છે.
સોશિયલ મીડિયા થકી પદવીદાન સમારોહ: ડો.રાણા
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ રાજયમાં સૌ પ્રથમ વખત ટેક્નોલોજી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પદવીદાન સમારોહ યોજવાની જાહેરાત કરી છે. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.