તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન પ્લેટફોર્મ:નોકરી માટે ધક્કામાંથી મુક્તિ, ઘેરબેઠા થઈ શકશે રજિસ્ટ્રેશન

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા અને રોજગારવાંછુ નોંધણી કરાવી શકશે

કોરોનાકાળમાં નોકરી મેળવવી દરેક માટે મુશ્કેલ બની ગયું છે. ત્યારે હવે ખાનગી નોકરી માટે ઉમેદવારોએ રોજગાર કચેરીના ધક્કા નહીં ખાવા પડે. ઓનલાઈન પોર્ટલ પર ઘેરબેઠા રજિસ્ટ્રેશન કરી શકાશે. સામે જેને નોકરી આપવી છે તે પોતાનું એકમ નોંધાવી શકે છે. જેથી લાયકાત ધરાવનારનો સીધો સંપર્ક કરી શકશે.

હાલની સ્થિતિમાં સરકારી જ નહીં, ખાનગી નોકરી માટે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી નોકરીવાંછુક યુવાનો શહેરમાં કે જીઆઈડીસી વિસ્તારમાં ધક્કા ખાતા હોય છે. રોજગાર કચેરીએ પણ નોકરીની શોધ માટે આવતાં હોય છે. ત્યારે હવે ખાનગી નોકરી માટે ખાલી પડેલ જગ્યાઓથી લઈ તમામ માહિતી ઉમેદવાર ઘરેબેઠા મેળવી શકશે.

રાજકોટ રોજગારી કચેરીના નિયામક ચેતન દવેના જણાવ્યા મુજબ ખાનગી નોકરી શોધતા યુવાનો માટે અનુબંધમ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવી છે. જેમાં જેને કામની જરૂર છે તેવા ઉમેદવાર લાયકાત, આવડત નોંધાવી શકે છે. બીજી તરફ જેને કામ આપવું છે તેવા તમામ નોકરી દાતા પોતાનું એકમ નોંધાવી શકશે. સંસ્થા પોતાની જરૂરિયાત મુજબના ઉમેદવારનો સામેથી સંપર્ક કરશે.

અન્ય સમાચારો પણ છે...