તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન માટે વલખાં:ફરી મમતા દિવસનું બહાનું, રાજકોટમાં સરકારી વેક્સિનેશન બંધ, ખાનગી હોસ્પિ. કમાશે, ત્રીજી લહેરની દહેશત, મહિલાએ કહ્યું- રોજકામ પાડી આવી'તી

રાજકોટ2 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટરો પર તાળા લાગ્યા.
  • 20 હજારના લક્ષ્યાંક સામે રોજ 50 ટકાથી પણ ઓછુ વેક્સિનેશન થાય છે

એક તરફ વેક્સિનનું અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ પૂરતી વેક્સિન લોકો સુધી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. પહેલા તો ડોઝ ઓછા આવતા પણ હવે તો રીતસર કોઈને કોઈ કારણોસર આખે આખા કેન્દ્રો બંધ રાખી વેક્સિન આપવાનું જ બંધ રાખવામાં આવે છે. આજે ફરી મમતા દિવસનું બહાનું ધરી સરકારે વેક્સિનેશન બંધ રાખતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આટલા સમયથી વેક્સિનેશન ચાલતુ ત્યારે પણ બુધવાર આવતો અને વેક્સિન અપાતી હતી. ત્યારે કેમ સરકારને મમતા દિવસ યાદ આવ્યો નહીં તેવો રોષ લોકો ઠાલવી રહ્યાં છે. મમતા દિવસના બહાના હેઠળ ખાનગી હોસ્પિટલો કમાશે તેવી પણ ચર્ચા ઉઠી છે. ત્રીજી લહેરની દહેશત વચ્ચે મહિલાએ જણાવ્યું હતું કે, રોજકામ મૂકીને આવી છું પણ વેક્સિન મળી નહિ.

વેક્સિન લેવી છે પણ સરકારને દેવી નથીઃ પ્રજા લાચારઑ
દક્ષાબેને જણાવ્યું હતું કે, ઘરકામ કરૂ છું, જેમાં રોજનું કમાયને રોજ ખાવાનું હોય છે. આજે ઘરકામમાં રજા રાખી વેક્સિન લેવા આવી છું. પરંતુ વેક્સિનેશન કેન્દ્ર બંધ છે. વેક્સિન ન મળી અને રોજ પણ કપાયું. રાજેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, નોકરી મૂકી વેક્સિન લેવા આવ્યો છું. વેક્સિનેશન કેન્દ્ર બંધ હોવાથી મારે આ ત્રીજો ધક્કો થયો છે. અગાઉ પણ આ રીતે હું આવ્યો હતો ત્યારે પણ મને વેક્સિન મળી નહોતી. આ લોકો જાણ પણ કરતા નથી આથી આજનો પગાર મારે કપાય જશે અને વેક્સિન મળ નહીં.

વેક્સિન લેવા આવેલા દક્ષાબેન અને રાજેન્દ્રભાઈને ધક્કો થયો.
વેક્સિન લેવા આવેલા દક્ષાબેન અને રાજેન્દ્રભાઈને ધક્કો થયો.

20 હજારને બદલે 8-9 હજારનું રોજ વેક્સિનેશન
રાજકોટની વાત કરીએ તો શરૂઆતના દિવસોમાં રોજના 20 હજાર લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જો રોજ 20 હજાર લોકો વેક્સિન લે તો આ વર્ષમાં જ રાજકોટના મોટાભાગના લોકોને ડોઝ અપાય જાય તેવું હતું. પરંતુ હવે આ વેક્સિનેશન છેલ્લા કેટલાક સમયથી 8-9 હજાર લોકોએ આવીને ઊભું રહી ગયું છે. બીજી તરફ સરકારે વેક્સિનેશન અઠવાડિયામાં એક દિવસ કોઈ કારણોસર બંધ રાખે છે. આથી ખાનગી હોસ્પિટલવાળા વેક્સિન હોવાથી તેઓ આ તકનો લાભ લઇને કમાણી કરી રહ્યાં છે.

વેક્સિનેશનની કામગીરી આજે બંધ.
વેક્સિનેશનની કામગીરી આજે બંધ.

શહેરમાં વેક્સિનેશનનું પણ બાંધણું
રોજ 8-9 હજારની લીમીટમાં જ રોજ વેક્સિન અપાય છે. રોજનો 20 હજારનો લક્ષ્યાંક હતો. તેની સામે હવે એક લિમિટ બંધાય ગઈ છે. ગત અઠવાડિયે પણ બુધવાર સિવાય અન્ય બે દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું. આથી વેક્સિનેશન ચાલુ થાય તે દિવસે લોકો ઉમટી પડે છે. પરંતુ વેક્સિનેશન સેન્ટર ઉપર પહોંચે ત્યારે ડોઝ ખૂટી જતાં હોય છે. અઠવાડિયામાં એક દિવસ આવતી વેક્સિનની ખાધ પુરવા અન્ય એક મહિના સુધી આખું વેક્સિનેશન લંબાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...