તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

C ગ્રેડની તૈયારી:IQACની કમિટીમાં નેકના તજજ્ઞો બાકાત ,લાગતા વળગતાને સ્થાન!!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેક ઇન્સ્પેક્શનમાં જતા તજજ્ઞોને કમિટીમાં રાખવાના સૂચનનો ઉલાળિયો

IQAC એટલે કે ‘ઇન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ’માં ક્વોલિટી એક્સપર્ટ મેમ્બરને લેવાને બદલે બિનઅનુભવી સભ્યોની ટીમ બનાવી દેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે ‘બી’માંથી ‘સી’ ગ્રેડ તરફ જઈ રહી હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલા ‘બી’ ગ્રેડ બાદ તજજ્ઞોએ વર્તમાન આઈક્યુએસીને વિખેરીને નવી અને તજજ્ઞોની કમિટી બનાવવા સૂચન કરાયું હતું જેમાં નેક તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શનમાં જતા અને તજજ્ઞોને શામેલ કરવા માંગ ઊઠી હતી.

પરંતુ તાજેતરમાં મળેલી મિટિંગમાં આઈક્યુએસી કમિટીમાં નેકના અનુભવી અને તજજ્ઞોની બાદબાકી કરી દેવામાં આવી હતી અને તેના સ્થાને બિનઅનુભવીને શામેલ કરાયા છે. વર્તમાન કમિટીમાં એકમાત્ર ડો. સંજય ભાયાણીને બાદ કરતા એકપણ સભ્ય નેક તરફથી ઇન્સ્પેક્શનમાં ગયા નથી કે નેકના ધારાધોરણોથી વાફેક નથી.

આ સભ્યો IQACમાં કાર્યરત
ડો. નીતિન પેથાણી (ચેરપર્સન), ડો. વિજય દેશાણી, ડો. ગિરીશ ભીમાણી (ડિરેક્ટર), રજિસ્ટ્રાર, ડો. સમીર વૈદ્ય (કો-ઓર્ડિનેટર), ડો. સંજય મુખર્જી, ડો. ચંદ્રેશ કુંભારાણા, ડો. રંજનબેન ખૂંટ, ડો. સંજય પંડ્યા, હરિકૃષ્ણ પરીખ, ડો. મેહુલ રૂપાણી, ડો. આર.આર.કાલરિયા, પરીક્ષા નિયામક, વી.પી વૈષ્ણવ, મુકેશ દોશી, ડો. ડી.વી મેહતા.

નેક કોર કમિટીના સભ્ય ડો.પ્રતાપસિંહ ચૌહાણને પણ IQACમાં સ્થાન નહીં
આખા ભારતમાંથી પસંદગીના એક્સપર્ટની નેક દ્વારા એક કોર કમિટી બનાવી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ પણ સભ્ય છે. નેકની આખા દેશની કોર કમિટીના સભ્યને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આઈક્યુએસીમાં સ્થાન નહીં અપાતા શિક્ષણવિદ્દો અને નિષ્ણાતો આ બાબતને ખૂબ હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે.

શિક્ષણવિદ્દો કહે છે આ તજજ્ઞો કમિટીમાં હોવા જોઈએ

  • ડો. પ્રતાપસિંહ ચૌહાણ (NAAC કોર કમિટીના સભ્ય છે)
  • ડો. આલોક ચક્રવાલ (નેક પિયર ટીમના સભ્ય, ઇન્સ્પેક્શનમાં જાય છે)
  • ડો. નિલામ્બરીબેન દવે (નેક પિયર ટીમમાં સભ્ય, ઇન્સ્પેક્શનમાં જાય છે)
  • ડો. કમલ મહેતા (નેક તરફથી ઇન્સ્પેક્શનમાં જાય છે)
  • ડો. નિદત્ત બારોટ (તજજ્ઞ, નેકની પદ્ધતિ-નિયમોના જાણકાર)
  • ડો. ડી. જી કુબેરકર (તજજ્ઞ)
  • ડો. એચ.એન પંડ્યા (નેક તરફથી ઇન્સ્પેક્શનમાં જાય છે)
  • ડો. હિતેશ શુક્લા (તજજ્ઞ)
અન્ય સમાચારો પણ છે...