તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:એક્સટર્નલ-રેગ્યુલરના 11000 વિદ્યાર્થીની આજથી પરીક્ષા શરૂ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 કેન્દ્ર પર જુદા-જુદા કોર્સની પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ અને રેગ્યુલરના જુદા જુદા કોર્સના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઇ રહી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 40 કેન્દ્ર ઉપર કોવિડ-19ની ગાઈડલાઈન સાથે બીએ, બી.કોમ, એલએલબી સહિતની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષા આજથી લેવાશે.

યુનિવર્સિટીના સીસીટીવી મોનિટરિંગ સેન્ટર પર દરેક પરીક્ષા કેન્દ્ર પર નજર પણ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-2, બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, બી.એ (એક્સટર્નલ) સેમેસ્ટર-2 અને બીએ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, એલએલબી સેમેસ્ટર-2ના જૂના કોર્સની, એલએલબી સેમેસ્ટર-2 વર્ષ 2016ના વિદ્યાર્થીઓની અને એલએલબી સેમેસ્ટર-2ના વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા 15મીથી શરૂ થઇ રહી છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દરેક કોલેજોના પરીક્ષાને લઈને વ્યવસ્થા ગોઠવવા અને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવા પણ આદેશ આપી દેવાયા છે.

બીજા સેમેસ્ટરની બી.કોમ અને બીએના એક્સટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય બપોરે 3થી 5.30 કલાકનો રખાયો છે. આ સિવાયની તમામ પરીક્ષા સવારે 10.30થી 1 કલાક દરમિયાન લેવાશે. 15થી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષા 23મી સપ્ટેમ્બર સુધી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...