તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાનો ધમધમાટ:સૌ.યુનિ.માં 8 જુલાઇથી પરીક્ષા શરૂ થશે, નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ

રાજકોટએક મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી
  • 128 કેન્દ્ર પર 30 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે

કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા હવે ઓફલાઇન પરીક્ષા લેવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે એક પછી એક પરિક્ષાઓની તબક્કા વાર શરૂઆત થઇ રહી છે. ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા નિર્ણય કરાયો છે ત્યારે રિપીટરોની પરીક્ષા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ PG અને UG ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા આયોજન કરવામાં આવ્યું છે.

64 કોર્સની પરીક્ષાનો લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 8 જુલાઇથી પ્રથમ તબક્કામાં 128 કેન્દ્રના 1250 બ્લોક પર PG અને UGના 30743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બી.એ., બી.કોમ., બી. એસસી. સેમ.1 અને 3 ઉપરાંત અનુસ્નાતકમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી. સેમ.4 સહીતની 64 કોર્સની પરીક્ષાનો સમાવેશ થાય છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થશે
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી એ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઇ થી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થશે જેમાં 128 કેન્દ્ર પર 30743 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બીજા તબક્કાની 15 અને ત્રીજા તબક્કાની 22 જુલાઇ થી પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષામાં દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થાય તે માટે દરેક કોલેજ અને સેન્ટર પર સૂચના આપી દેવામાં આવી છે. ખાસ સોશીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે પ્રકારની સુવિધા સાથે આયોજન કરવામાં આવેલ છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

તાલુકામાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા આયોજન
વધુમાં તેમને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તાલુકા લેવલ સુધી પહોંચી પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા આયોજન કરવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીઓને નજીકના સેન્ટર પર પરીક્ષા આપી શકાય. ઉલ્લેખનિય છે કે ગોંડલમાં એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એમ.કોમ. સેમ.4 ના 6 વિદ્યાર્થી અને જામકંડોરણામાં 16 વિદ્યાર્થી હોવાથી તેઓને નજીકના સ્થળને બદલે રાજકોટની કોલેજમાં પરીક્ષા આપવા આવવું પડશે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓનું સંક્રમિત થશે તો !
પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.

ક્યાં જિલ્લામાં કેટલા પરીક્ષા કેન્દ્ર

જિલ્લાપરીક્ષા કેન્દ્ર
રાજકોટ53
અમરેલી32
જામનગર14
સુરેન્દ્રનગર13
મોરબી13
જુનાગઢ03