• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Examination Of Students Who Failed From 2010 To 2015 Has Started, More Than 6 Thousand Students Are Appearing In Three Sessions In Total.

રી-એક્ઝામિનેશન:સૌ.યુનિ.ના 2010થી 2015 સુધીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ, કુલ ત્રણ સેશનમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં સેમેસ્ટર 1,3,5 ની પરીક્ષા ચાલી રહી છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ 2010 થી 2015 સુધીમાં GIPL અને MINDLOGIX હેઠળના એનરોલમેન્ટ થયેલા અને નાપાસ થયેલા જુના વિદ્યાર્થીઓની કારકિર્દી ન બગડે એ માટે પરીક્ષા આપવાની વધુ એક તક પુરી પાડવાનો વિદ્યાર્થીહિતનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્વારા કરવામાં આવ્યો છે. જે માટે આજથી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ કરવામાં આવી છે જેમાં સેમેસ્ટર 1,3 અને 5 નો સમાવેશ થાય છે જયારે બીજા તબક્કામાં 2,4 અને 6 સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે.

એક દિવસમાં કુલ ત્રણ સેશનમાં પરીક્ષા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર આજથી એક દિવસમાં કુલ ત્રણ સેશનમાં કન્વેન્શનલ બિલ્ડીંગ ખાતે જુના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કન્વેન્શનલ બિલ્ડીંગમાં આજે પરીક્ષાની શરુઆત કરવામાં આવેલ છે.

બીજા તબક્કામાં સેમેસ્ટર 2,4,6 ની પરીક્ષાઓ લેવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પરીક્ષા 10 થી 19 માર્ચ સુધી લેવામાં આવનાર છે. આજથી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં સેમેસ્ટર 1,3,5 ની પરીક્ષા લેવામાં આવી રહી છે જયારે બીજા તબક્કામાં સેમેસ્ટર 2,4,6 ની પરીક્ષાઓ લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે જુના કોર્સના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની આ અંતિમ તક છે અને તેમાં આજથી શરુ થયેલ પરીક્ષામાં આશરે 6000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.