• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Examination Of More Than 53 Thousand Students Of Sou Uni Started, Who Is Responsible If Non vaccinated Students Get Infected During The Examination

પરીક્ષા:સૌ.યુનિ.ના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ, નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ

રાજકોટ14 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે 130 કેન્દ્રો પર 60થી વધુ ઓબ્ઝર્વરની નિમણુંક કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ આજથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થવા પામી છે. જેમાં 130 પરીક્ષા કેન્દ્ર પરથી 53959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.

બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમાવેશ થાય છે
બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમાવેશ થાય છે

વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા આજથી પરીક્ષા શરૂ
આજથી શરૂ થનાર પરીક્ષા અગાઉ 18 ઓક્ટોબરથી લેવા નિર્ણય કર્યો હતો જો કે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા આજથી પરીક્ષા શરૂ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને વાંચનનો પૂરતો સમય મળેલ છે. આજે ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર 3,5 અને 7 ની પરીક્ષા લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ 2016 અને 2019 ના 18401 જયારે બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમાવેશ થાય છે.

એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા લેવામાં આવશે
એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા લેવામાં આવશે

સેમ.5ના છાત્રોની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું
આ સિવાય સેમ.5 ના બી.એસસી.ના 4279, બી.સી.એ.ના 2522, બી.બી.એ.ના 2452, એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત બી. એ.એલ.એલ.બી. સેમ.3ના વર્ષ 2021 ના 1, સેમ.4 અને 7 ના 2015 ના વર્ષના 1-1 જયારે સેમ.9 ના 1 છાત્ર પરિક્ષા આપશે.આ સાથે એલ.એલ.એમ. અને એચ.આર.સેમ.3, બી.આર.એસ. સેમ.3 અને 5. બી.એસસી.આઈ.ટી. સેમ.5, બી.એચ.ટી.એમ. સેમ.5 અને 7, બી. પી.એ., બી.એસસી. બાયોઇન્લે, હોમસાયન્સ, બી.એસ.ડબલ્યુ. સેમ.5ના છાત્રોની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

60થી વધુ ઓબ્ઝર્વર રાખવામાં આવ્યા
આ થી શરૂ થયેલ તમામ પરીક્ષા 130 કેન્દ્ર પરથી લેવામાં આવી રહી છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે 60થી વધુ ઓબ્ઝર્વર રાખવામાં આવ્યા છે જેમના દ્વારા તમામ કેન્દ્રો પર ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 18 ઓક્ટોબર ના જાહેર થયેલી પરીક્ષા વિદ્યાર્થીઓના વિરોધને લીધે મૌકૂફ રહી હતી જે આજથી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...