સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા, પરીક્ષામાં ચોરી થવી જેવા જુદા જુદા વિવાદ વકરતા રહે છે. પરીક્ષામાં ચોરી થતી અટકાવવાના પડકાર વચ્ચે યુનિવર્સિટીના અંદાજિત 4 હજારથી વધુ વિદ્યાર્થીઓની આગામી તારીખ 9મી જાન્યુઆરીથી પરીક્ષા લેવાનાર છે. 9 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં બી.એડ. સેમેસ્ટર-1 જનરલના 3996, બી.એડ સેમેસ્ટર-1 બેઝિકના 50, એમ.એસ.સી સેમેસ્ટર-5, એમ.જે.એમ.સી. સેમેસ્ટર-2, એમ.બી.એ. સેમેસ્ટર-1, અને એમ.બી.એ. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેમેસ્ટર-1 સહિતના જુદા જુદા કોર્સના કુલ 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુનિવર્સિટીની પરીક્ષામાં માલવિયા કોલેજમાં એ વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષાએ વીડિયો ઉતારીને ફરતો કર્યો હતો. જોકે બાદમાં આ વિદ્યાર્થી પકડાઈ ગયો હતો અને તેની સામે કોપીકેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આગામી તારીખ 9મી જાન્યુઆરીથી શરૂ થનારી પરીક્ષાને લઈને યુનિવર્સિટીએ તૈયારીઓ કરી છે. પરીક્ષામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને કે કોઇ ચોરીની ઘટના ન બને તે માટે ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.