તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Examination Of More Than 11 Thousand Students Of SAU Started, Who Is Responsible If Non vaccinated Students Become Infected During The Examination

પરીક્ષા:સૌ.યુનિ.ના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ, નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ

રાજકોટ9 દિવસ પહેલા
ફાઈલ તસ્વીર
  • 40 કેન્દ્ર પર BA, B.Com, LLB સહિતના કોર્સની પરીક્ષા શરુ

રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ અને રેગ્યુલરના જુદા જુદા કોર્સના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 40 કેન્દ્ર ઉપર કોવિડ-19ની ગાઈડલાઈન સાથે બીએ, બી.કોમ, એલએલબી સહિતની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષા આજથી શરુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી

દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થશે
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, આજથી બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-2, બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, બી.એ (એક્સટર્નલ) સેમેસ્ટર-2 અને બીએ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, એલએલબી સેમેસ્ટર-2ના જૂના કોર્સની, એલએલબી સેમેસ્ટર-2 વર્ષ 2016ના વિદ્યાર્થીઓની અને એલએલબી સેમેસ્ટર-2ના વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ થઈ છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

40 કેન્દ્ર પર 11 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,યુનિવર્સિટીના સીસીટીવી મોનિટરિંગ સેન્ટર પર દરેક પરીક્ષા કેન્દ્ર પર નજર પણ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 40 કેન્દ્ર પર 11 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આજથી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષા 23મી સપ્ટેમ્બર સુધી યોજાશે. પરીક્ષામાં દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થાય તે માટે દરેક કોલેજ અને સેન્ટર પર સૂચના આપી દેવામાં આવી છે. ખાસ સોશીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે પ્રકારની સુવિધા સાથે આયોજન કરવામાં આવેલ છે.