પરીક્ષા:3 ઓગસ્ટથી યુનિવર્સિટીના 24573 વિદ્યાર્થીની પરીક્ષા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 35 કેન્દ્ર ઉપર જુદા જુદા 49 કોર્સના રિપીટર પરીક્ષા આપશે, 30 ઓબ્ઝર્વરની નિમણૂક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી 2016 અને 2019ના વર્ષમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ રહી છે ત્યારે આગામી તારીખ 3 ઓગસ્ટથી યુનિવર્સિટીના 24573 વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જુદા જુદા 49 કોર્સના વિદ્યાર્થીની પરીક્ષા રાજકોટ સહિત 35 કેન્દ્ર ઉપર લેવાશે. આ પરીક્ષા માટે યુનિવર્સિટીએ 30 જેટલા ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યા છે જે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તેનું મોનિટરિંગ કરશે.

3 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ 2016 અને 2019ના વર્ષના છે. જેમાં બી.એ. સેમેસ્ટર-1ના 3383 વિદ્યાર્થી, બી.એ. સેમેસ્ટર-3ના 2691, બીબીએ સેમેસ્ટર-1ના 1700, બીબીએ સેમેસ્ટર-3ના 925, બી.કોમ. સેમેસ્ટર-1ના 6016, બી.કોમ. સેમેસ્ટર-3ના 6478, બીસીએ સેમેસ્ટર-1ના 1055, બીસીએ સેમેસ્ટર-3ના 832, બીએસ.સી. સેમેસ્ટર-1ના 1461, બીએસ.સી. સેમેસ્ટર-3ના 1169 ઉપરાંત બી.એડ.ના 4115 સહિત કુલ 24,573 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...