તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના 22 હજાર વિદ્યાર્થીની પરીક્ષા શરૂ, કુલપતિએ કોલેજોમાં નિરીક્ષણ કર્યું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • કુલપતિએ કોલેજોના પ્રિન્સિપાલ સાથે પરીક્ષા સંબંધિત ચર્ચા કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ત્રીજા તબક્કામાં બી.કોમ સેમેસ્ટર-3ની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો હતો જેમાં 22 હજાર જેટલા વિદ્યાર્થીએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કામાં બી.કોમ સેમ-3 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 22 હજારથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પરીક્ષા કાર્યવાહીનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે કુલપતિ ડૉ. નીતિનભાઈ પેથાણી દ્વારા ગીતાંજલિ કોલેજ, જસાણી કોલેજ અને કુંડલિયા કોલેજ વગેરે ખાતે પરીક્ષા કાર્યવાહીનું નિરીક્ષણ કરેલ હતું તેમજ સ્થળ ઉપર જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલ સાથે મિટિંગ કરી હતી.

આ મિટિંગમાં વિવિધ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પરીક્ષા કાર્યવાહી માટે અને તેમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે ઓપન હાઉસ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ પ્રશ્નોના નિરાકરણ તેમજ પ્રથમ વખત યુનિવર્સિટી દ્વારા સવારે અને બપોરે બે સત્ર પરીક્ષાનું આયોજન કરેલ છે તેની વિગતે ચર્ચા વિચારણા કરી હતી. કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, વિજયભાઈ ભટાસણા તથા પરીક્ષા નિયામક નિલેશ સોની ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...