વિવાદ:‘હું તારા લગ્ન ક્યાંય નહિ થવા દઉ’ કહી પૂર્વ પતિની યુવતીને ધમકી, પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છૂટાછેડા બાદ બીજી વખત લગ્ન કરવા પૂર્વ પતિની પજવણી

છૂટાછેડા કર્યા બાદ બીજી વખત લગ્ન કરવા યુવતીને પૂર્વ પતિએ ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મોટામવા, લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી જયશ્રી ચનાભાઇ રાઠોડ નામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન બે વર્ષ પહેલા હાર્દિક ભગવાનજીભાઇ રાઠોડ સાથે થયા હતા. દરમિયાન પતિ સાથે મનમેળ નહિ થતા બંનેએ રાજીખુશીથી ગત ઓગસ્ટ મહિનામાં નોટરી કરી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ તે માવતરે રહેતી હતી. ત્યારે ગત તા.26-10ના રોજ સવારે ભાઇનું સ્કૂટર લઇ પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરીએ બુક બદલાવવા ગઇ હતી. પોતે યુનિવર્સિટીના ગેટ પાસે પહોંચતા હાર્દિક ત્યાં ઊભો હોય તેને પોતાને અટકાવી હતી.

અને તું કેમ મારી સાથે વાત કરતી નથી, તું વાત નહિ કરે તો હું તારા ક્યાંય લગ્ન થવા નહીં દઉ તેમ કહી ઝઘડો કર્યો હતો. અને ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, હાર્દિકે આપેલી ધમકી અંગે પરિવારને વાત કરી ન હતી, પરંતુ હાર્દિક પરિવારજનોને પણ ફરી લગ્ન કરવાનું દબાણ કરી પરેશાન કરતો હોય પરિવારે આ અંગે પોતાને વાત કરી હતી. પરિવારને પણ હેરાન કરતો હોય પોતાને આપેલી ધમકી આપ્યાની વાત કરી હતી. હાર્દિક પોતાને તેમજ પરિવારજનોને હેરાન કરતો હોય અંતે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે હેડ કોન્સ.બી.જી.ખેરે ગુનો નોંધી હાર્દિક રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...