ચુકાદો:રાજકોટમાં રેલ્વેકર્મી પ્રેમીકાની હત્યા કરનાર પરપ્રાંતિય પ્રેમીને આજીવન કેદ, પાંચ વર્ષે ન્યાય મળ્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતકની પુત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈ-વે પર આવેલા ગુંદા ગામના પાટીયા પાસે પાંચ વર્ષ પૂર્વે રેલ્વેકર્મી વિધવા મહિલાની પરપ્રાંતિય પ્રેમીએ માથામાં બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. પ્રેમીકાની હત્યા કરનાર આરોપી પ્રેમીને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે.ઉલ્લેખનીય છે કે મૃતકના પરિવારજનોને પાંચ વર્ષે ન્યાય મળ્યો છે.

મૃતકની પુત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં આવેલા કોઠી કંપાઉન્ડમાં રહેતી અને રેલ્વેમાં ખલાસી વિભાગમાં રહેમરાહે નોકરી કરતી મૃતક પૂજાબેન ભુપેન્દ્રભાઈ જાદવ નામની વિધવા મહિલાને મૂળ હરિદ્વારના આરોપી રાજેન્દ્ર સરદારીલાલ શેઠી સાથે આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત તા.26/9/2016ના રોજ આરોપી રાજેન્દ્ર શેઠી વિધવા પ્રેમીકા રિક્ષામાં કોઈ જગ્યાએ બહાર ગયા હતા. બપોર સુધી વિધવા પોતાના ઘરે પરત નહીં આવતા તેણીની દીકરી ગ્રીષ્માએ પોતાની માતાને ફોન કર્યો હતો. જે ફોન રાજેન્દ્ર શેઠીએ ઉપાડ્યો હતો અને આરોપી રાજેન્દ્ર શેઠીએ ગ્રિષ્માને બન્ને સોમનાથ જઈ રહ્યા છીએ તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. બીજા દિવસે માતા ઘરે નહીં આવતાં ગ્રિષ્માએ મોટી બહેન પ્રિતીબેનને જાણ કરતાં પ્રિતીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બોથર્ડ પદાર્થના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી હતી
ફરિયાદના આધારે બે દિવસ બાદ તપાસ દરમિયાન વિધવા રેલ્વે કર્મી મહિલાની અમદાવાદ હાઈ-વે પર ગુંદા ગામના પાટીયા પાસે નાલા નીચેથી બોથર્ડ પદાર્થના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રેમી રાજેન્દ્ર શેઠી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે હત્યા કેસ કોર્ટમાં ચાલવા પર આવતાં કોર્ટે બન્ને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ વિધવા રેલ્વે કર્મી પ્રેમીકાને મોતને ઘાટ ઉતારનાર આરોપી પ્રેમી રાજેન્દ્ર શેઠીને અદાલતે પ્રેમીકાની હત્યા કરનાર હત્યારા પ્રેમીને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફ જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતાં.

પતિના અવસાન બાદ રેલવેમાં રહેમરાહે નોકરી મળી’તી
હત્યાનો ભોગ બનેલી રેલ્વેકર્મી પૂજાબેન ભુપેન્દ્રભાઈ જાદવના પતિ ભુપેન્દ્રભાઈ જાદવ રેલ્વેમાં ખલાસી વિભાગમાં નોકરી કરતાં હતા. બન્નેને સંતાનમાં બે પૂત્રી હતી. ભુપેન્દ્રભાઈ જાદવનું રેલ્વેમાં ચાલુ ફરજ દરમિયાન 2003માં અવસાન થયું હતું. ભુપેન્દ્રભાઈ જાદવના અવસાન બાદ પત્ની પૂજાબેન જાદવને રહેમરાહે રેલ્વેમાં ખલાસી વિભાગમાં નોકરી મળી હતી. જે દરમિયાન તેણીને હરિદ્વારના રાજેન્દ્ર શેઠી સાથે આંખ મળી જતાં પ્રેમ પાંગર્યો હતો. મૃતક પૂજાબેનને પ્રેમી રાજેન્દ્ર શેઠીએ મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી ગયો હતો.