સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બે દિવસ માટે યોજાયેલ 51માં વાર્ષિક ખેલકુદ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં યુવક-યુવતીઓ માટે 19 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે પ્રથમ વખત યુવતીઓ માટે વાંસ કૂદ ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. કુલ 75 કોલેજના 450 જેટલા ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતમા કરતબ બતાવશે.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત
વાર્ષિક ખેલકુદ સ્પર્ધાનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ ભીમાણી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. જેની સાથે શારીરિક શિક્ષણ વિભાગના O.S.D મિનાક્ષીબેન પટેલ તથા દિનેશભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
19 જેટલી રમતોનું આયોજન
આ વર્ષે એથ્લેટિક્સમાં અલગ અલગ 19 જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાઈઓ - બહેનો માટે 100, 200, 400, 800, 1500, 5000 અને 10,000 મીટર દોડ, ભાઈઓ માટે 110 મીટર તો બહેનો માટે 100 મીટર હર્ડલ્સ, બંને કેટેગરીમાં 400 મીટર હર્ડલ્સ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ત્રિપલ જમ્પ, વાંસ કૂદ, શોટ પુટ, ડિસ્ક થ્રો, જેવલીન થ્રો, હથોડા ફેંક, 4 બાય 100 મીટર અને 4 બાય 400 મીટર રીલેની ઇવેન્ટ યોજાશે. જેમા આ વખતે 74 કોલેજના 220 બોયઝ અને 197 યુનિવર્સિટીના શારીરીક શિક્ષણ વિભાગ ગર્લ્સ ભાગ લઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.