ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મોટાભાગના કર્મચારીઓને જુદા-જુદા ગામોમાં કે શહેરોમાં મતદાન મથકો પર ડ્યુટી સોંપવામાં આવી હતી. જેને માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડર આપવામાં આવતા હોય છે. જો કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડર આપ્યા બાદ પણ કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહેતા નથી. જે બાદ ચૂંટણી અધિકારી દ્વારા તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આવું જ કંઈક રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર મનિષ ઘામેચા સાથે થયું હોવાનું સામે આવ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા આકરું પગલું લેવાયુ
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર મનિષ ઘામેજા સામે ધરપકડનું વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા મનિષ ઘામેચાને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેવા ઓડર આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ કારણ વગર હાજર ન રહેતા ચૂંટણી પંચ દ્વારા આ આકરું પગલું લેવામાં આવ્યું છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં તેમને પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાનો ઓડર આપવામાં આવ્યો હતો. જેમાં તેઓ હાજર ન હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા તેમના વિરુદ્વ ફરિયાદ કરતા વોરંટ કાઢવામાં આવ્યો છે.
ઘોરાજીમાં બોગસ પ્રિસાઇન્ડિંગ ઓફિસર ઝડપાયો
મહત્વનું છે કે, આવો જ કિસ્સો પહેલા તબક્કાના મતદાન દરમિયાન ઘોરાજીમાંથી સામે આવ્યો હતો. જેમાં ધોરાજીમાં મતદાન દરમિયાન પત્નીની જગ્યાએ પતિ પ્રિસાઇન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે અપક્ષ ઉમેદવાર સહિદ પરમારે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ધોરાજીની કે.ઓ .શાહ કોલેજના મતદાન બૂથમાંથી બોગ્સ પ્રિસાઇન્ડિંગ ઓફિસર ઝડપાયો હતો. આ બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાઈ જતા તાત્કાલિક ધોરણે તેના પત્નીને બૂથ પર બોલાવી લેવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.