તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:અંતે મનોદિવ્યાંગ્ કિશોર રતલામથી રાજકોટ પહોંચ્યો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કઈ રીતે ઘરેથી નીકળ્યો તે કોઇને ખબર નહીં, પોલીસ ફરિયાદને આધારે શોધી લેવાયો
 • સમાજ સુરક્ષાએ પરિવારનું પુત્ર સાથે મિલન કરાવ્યું

રાજકોટ વહીવટી તંત્રના સમાજ સુરક્ષા વિભાગે રતલામ રહેતા પરિવારના 17 વર્ષના પણ મનોદિવ્યાંગ બાળકને પરિવારથી મિલન કરાવ્યું છે. આ કિશોર રાજકોટ કઈ રીતે પહોંચ્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. રાજકોટ નજીક મઘરવાડા ગામમાં એક યુવાન આંટાફેરા મારતો હોવાની બાતમી મળતા પોલીસે આ યુવકને અટકાવ્યો હતો. જેમાંથી જાણવા મળ્યું કે આ કોઇ કિશોર છે અને માનસિક રીતે થોડો મંદ છે તેથી પોલીસે સમાજ સુરક્ષા વિભાગને સોંપ્યો હતો. સમાજ સુરક્ષા વિભાગે કાઉન્સેલિંગ શરૂ કરતા કિશોરે પોતાનું નામ રોહિત તુલસીદાસ ખરે બતાવ્યું હતું.

સરનામા તરીકે માત્ર રતલામ જ બોલતો હતો તેથી અધિકારીઓએ મધ્યપ્રદેશના દિવાસ જિલ્લાના પોલીસ અધિકારી બિહારીલાલ વર્માને માહિતી આપી હતી. કિશોરની સ્થિતિ જોતા પોલીસ અધિકારીએ પોતાના કાર્યક્ષેત્રમાં ન હોય તે વિસ્તારમાં પણ તપાસ ચલાવી હતી અને પોલીસ ફરિયાદ મળી આવતા પરિવારને શોધ્યો હતો વીડિયોકોલ મારફત રોહિત સાથે વાત કરાવતા તેમનો પુત્ર હોવાનું કહ્યું હતું. પરિવાર સોમવારે રાજકોટ આવતા તેમને પુત્ર સોંપાયો હતો.

ચિલ્ડ્રન હોમના અધિક્ષકે જણાવ્યું કે કલેક્ટર તેમજ સમાજ સુરક્ષા અધિકારી એમ. એન. ગોસ્વામી તેમજ બાળસુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ સહિતનાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફે બાળકના પરિવારને શોધવા પ્રયત્ન કર્યા હતા. પૂછપરછમાં રોહિત માત્ર એટલુ જ જણાવતો હતો કે તે જીપ લઈને ગોધરા પહોંચ્યો હતો અને ત્યાં થોડા દિવસ કામ કરતો અને જમતો હતો. રાજકોટ કઈ રીતે પહોંચ્યો તે રોહિતને પણ નથી ખબર. એવી શક્યતા હોઈ શકે કે હાઈવેની એ હોટેલના સંચાલકે કોઇ ટ્રકમાં બેસાડી રાજકોટ મોકલી દીધો હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો