તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Even Though Rs 1 Crore Has Been Spent From The Student Development Fund Behind The Neck, Only B Grade Will Be Written In The Student's Marksheet.

ભાસ્કર એક્સક્લૂઝિવ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેક પાછળ વિદ્યાર્થી વિકાસ ફંડના 1 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યાં છતાં વિદ્યાર્થીની માર્કશીટમાં ‘B ગ્રેડ’ જ લખાશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોના અણઘડ વહીવટથી વિદ્યાર્થીઓને થશે બેવડું નુકસાન
  • વિદ્યાર્થીના ઉત્કર્ષ માટે ફંડ વાપરવાનું હોય છે પરંતુ પેથાણીએ છુટ્ટા હાથે રૂપિયા વાપરી નાખ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ફેબ્રુઆરીમાં આવેલી નેક ઇન્સ્પેક્શનની ટીમની આગતા સ્વાગતા માટે સત્તાધીશોએ જાણે યુનિવર્સિટીની તિજોરી ખુલ્લી મૂકી દીધી હોય એમ 1 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે, પરંતુ 1 કરોડ રૂપિયાની આટલી મોટી રકમ યુનિવર્સિટીએ કોઈ ગ્રાન્ટમાંથી નહીં પરંતુ વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી વાપરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મૌખિક સૂચનાઓથી જ અનેક કામ કરાવ્યાં
એકબાજુ તત્કાલીન કુલપતિ ડો. કનુભાઈ માવાણીએ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અને સર્વાંગી વિકાસ માટે ફંડ એકઠું કરવાની આ પહેલ કરી હતી જ્યારે વર્તમાન કુલપતિ સહિત તમામે છુટ્ટા હાથે બિનજરૂરી ખર્ચા કરીને અત્યાર સુધીમાં જમા થયેલી પૂંજીમાંથી 1 કરોડનું વિદ્યાર્થીઓના હિતનું ફંડ વાપરી નાખ્યું છે. યુનિવર્સિટીમાં કલરકામ, પ્લમ્બિંગ, સુશોભન, માટીકામ, કુંડા સહિત અનેક પરચૂરણ બાબતોના પણ લાખો રૂપિયાના કામો નહીં ટેન્ડર કે નહીં વર્ક ઓર્ડર માત્ર મૌખિક સૂચનાઓથી જ થયા છે.

વિદ્યાર્થી પાસેથી ફંડના નામે રૂપિયા લેવાય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી જ્યારે પ્રથમ વખત પ્રવેશ લે ત્યારે તેની પાસેથી વિદ્યાર્થી વિકાસ ફંડ તરીકે રૂ. 100 લેવામાં આવે છે. આ વિદ્યાર્થી વિકાસ ફંડનો ઉપયોગ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ, સેમિનાર, વર્કશોપ જેવી બાબતો જે જેમાં શૈક્ષણિક હેતુ હોય તેના માટે વપરાય છે પરંતુ યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશોએ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરવાના પૈસા નેકની આગતા-સ્વાગતામાં કરી નાખ્યા છે.

કુલસચિવે એક જ કામનું બિલ બીજી વખત મુક્યું, વીસીએ અટકાવ્યું
નેક કમિટીને ધ્યાનમાં રાખીને મેઈન બિલ્ડિંગમાં આવેલા કુલપતિ અને ઉપકુલપતિની કાર પાર્કિંગની સામેની દીવાલ પર ગ્રીનવોલ કરીને એન્ટ્રીની સુંદરતામાં વધારો કરવા માટે રૂ. 83,543 અને 46,200 થઇ કુલ 1.28 લાખનો ખર્ચ થયો. આ કામગીરીનું બિલ એક વખત બાંધકામ વિભાગ દ્વારા મુકાયું હતું પરંતુ એ જ કામગીરીનું બિલ શારીરિક શિક્ષણ વિભાગના વડા તરીકે ડો.જતિન સોનીએ પણ મૂકતા કૌભાંડની આશંકાએ ઓડિટ વિભાગે અને કુલપતિએ બિલ અટકાવી દીધું છે.

યુનિવર્સિટીએ એક કરોડ રૂપિયા આટલી બિનજરૂરી જગ્યાએ ખર્ચી નાખ્યા
કામની વિગતખર્ચાયેલી રકમ
મુખ્ય બિલ્ડિંગ અને ભવનોમાં કલરકામ14,22,703
યુનિવર્સિટીમાં જુદી જુદી જગ્યાએ માટી પાથરવામાં3,82,330
જુદી જુદી પ્રકારના ફૂલના રોપા ખરીદવામાં4,18,880
ઝાડ-પાન, કચરો સફાઈ કરવામાં3,33,656
જુદા જુદા ભવનોમાં પ્લમ્બિંગ કામગીરી કરવામાં4,52,826
બ્યુટીફિકેશન માટે, સુશોભનની કામગીરી1,75,000
દરેક ભવનમાં દસ-દસ કુંડા ખરીદ્યા1,64,250
પરચૂરણ કામગીરી9,75,000

નેક દરમિયાન કરેલો ખર્ચ વિકાસ ફંડમાંથી કરાયો
નેક ઇન્સ્પેક્શન દરમિયાન કામો યુદ્ધના ધોરણે કરવા પડ્યા હતા. જે તમામ ખર્ચ વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી કરાયો છે. આ તમામ ખર્ચ એસ્ટેટ કમિટી, સિન્ડિકેટ કમિટી અને સત્તાધીશોની મંજૂરીથી જ કરાયો છે. નેક દરમિયાન ટેન્ડર કરવાનો સમય ન હોવાથી યુનિવર્સિટી પેનલના કોન્ટ્રાક્ટર્સ પાસેથી કામ કરાવ્યા છે.- ડો. જતિન સોની, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર

અન્ય સમાચારો પણ છે...