• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Even In The Third Wave Of Corona, Rajkotians Are Not Afraid To Take The Outside Inverted, 70% Of People Will Take The Inverted Sale: Shopkeeper

સ્વાદનો ચસ્કો:કોરોનાની ત્રીજી લહેરમાં પણ રાજકોટીયાન્સને બહારનું ઊંધિયું આરોગવામાં ડર નથી લાગતો, 70% લોકો વેચાતું ઊંધિયું લેશે: દુકાનદાર

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષે ઉંધીયાનાં વેંચાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે - Divya Bhaskar
ચાલુ વર્ષે ઉંધીયાનાં વેંચાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે
  • આજે દિવસ દરમિયાન આખા રાજકોટમાં અંદાજિત 40-50 હજાર કિલો જેટલું ઊંધિયું વેચાવનો અંદાજ છે: ઉદય સંચાણીયા, વેપારી

રાજકોટ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગે ઉંધીયુ ખાવાની પરંપરા છે. આ પરંપરા કોરોના કાળમાં પણ યથાવત જોવા મળી રહી છે. અને શહેરમાં ઠેર-ઠેર ઉંધીયાની દુકાનોમાં લોકોની મોટી ભીડ જામી છે. ઠંડાઠંડા વાતાવરણમાં ગરમાગરમ ઉંધીયાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.કોરોનાની ત્રીજી લહેરમાં પણ રાજકોટીયાન્સને બહારનું ઊંધિયું આરોગવામાં ડર નથી લાગતો. જેમાં 70% લોકો વેચાતું ઊંધિયું લેશે અને અંદાજે આજે એક જ દિવસમાં હજાર કિલો ઉંધીયુ રંગીલા રાજકોટ હજારો કિલો ઊંધિયું આરોગી જશે.જાય તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે એક જ દિવસમાં હજાર કિલો ઉંધીયુ રંગીલા રાજકોટ હજારો કિલો ઊંધિયું આરોગી જશે
આજે એક જ દિવસમાં હજાર કિલો ઉંધીયુ રંગીલા રાજકોટ હજારો કિલો ઊંધિયું આરોગી જશે

ઉંધીયુ ઉત્તરાયણની ઉજવણી માટે સર્વોત્તમ
રાજકોટવાસીઓ ઉત્સવપ્રેમીની સાથે સ્વાદપ્રેમી પણ છે. અને તેને જ લઈને દરેક તહેવારમાં ઉત્સવના આનંદ સાથે સ્વાદનો આનંદ લેવાનું ક્યારેય ચુકતા નથી. જેમાં ખાસ ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથે લોકો ઉંધીયાની મજા માણતા હોય છે. એક તરફ ઠંડુ ઠંડું વાતાવરણ અને બીજીતરફ ગરમાગરમ ઉંધીયુ ઉત્તરાયણની ઉજવણી માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જેને લઈને સવારથી ચટાકેદાર ઉંધીયાની ખરીદી કરવા લોકોની લાઈન જોવા મળી હતી.

વારથી ચટાકેદાર ઉંધીયાની ખરીદી કરવા લોકોની લાઈન જોવા મળી
વારથી ચટાકેદાર ઉંધીયાની ખરીદી કરવા લોકોની લાઈન જોવા મળી

2500 કિલોના એડવાન્સ ઓર્ડર, દર દસ ધર મૂકી એક ઘરમાં 500 થી એક.કિલો ઊંધિયું જમાશે.
વેપારીઓનાં જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ પર્વ ઉપર લોકો લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જાય છે. દરવર્ષની માફક ચાલુવર્ષે પણ એકાદ સપ્તાહ પહેલા ઉંધીયાનાં ઓર્ડર મળવા લાગ્યા હતા. અને જુદી-જુદી દુકાનોમાં થઈને લગભગ 2500 કિલોનાં એડવાન્સ ઓર્ડર મળી ચુક્યા હતા. સામે તેટલી જ સંખ્યામાં લોકો છેલ્લી ઘડીએ ઉંધીયુ લેવા નીકળતા હોય છે. ત્યારે આજના દિવસમાં 5 હજાર કિલો ઉંધીયાનું વેંચાણ થવાની પુરી સંભાવના હોવાનું પણ વેપારીઓ દ્વારા જણાવાયું હતું.

ઊંધિયાનું વેચાણ કરતા વેપારી ઉદય સંચાણીયા
ઊંધિયાનું વેચાણ કરતા વેપારી ઉદય સંચાણીયા

અંદાજિત 40-50 હજાર કિલો જેટલું ઊંધિયું વેચાવાનો અંદાજ છે
ઊંધિયાનું વેચાણ કરતા વેપારી ઉદય સંચાણીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમે કપાસિયા કે પામોલીન તેલમાં ઊંધિયું બનાવતા હતા પરંતુ આ વર્ષે અમે શુદ્ધ સિંગતેલમાં ઉંધિયું બનાવ્યું છે. જેનાથી ગ્રાહકને ઉંધિયું આરોગવમાં પણ મજા આવે અને તહેવાર પણ સરખો માણી શકે. દર વર્ષે અંદાજે 100 સવા સો કિલો જેટલું ઉંધીયુ વહેંચાય છે. આ વર્ષે પણ અમે તેવો પ્રયત્ન કરીશું. હાલ અમે ઊંધિયાનો એક કિલોનો ભાવ 280 રૂપિયા રાખ્યો છે. કોરોના કાળમાં 70% લોકો હજુ પણ અમારે ત્યાંથી ઊંચો લેવા આવે છે પરંતુ 30% લોકો ઘરે ઊંધિયુ બનાવે છે.આજે દિવસ દરમિયાન આખા રાજકોટમાં અંદાજિત 40-50 હજાર કિલો જેટલું ઊંધિયું વેચાવાનો અંદાજ છે.

રાજકોટમાં દર વર્ષે લાખો રૂપિયાનું ઉંધીયુ વેંચાય છે
રાજકોટમાં દર વર્ષે લાખો રૂપિયાનું ઉંધીયુ વેંચાય છે

ઉંધીયાનાં ભાવોમાં ગતવર્ષની સરખામણીએ કોઈ વધારો નહીં
ઉંધીયાનાં ભાવ અંગે વધુ એક વેપારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષ ઊંધીયાનો ભાવ રૂૂ.300 હતો અને આ વર્ષે પણ ભાવમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. કેટલાકે તો ભાવમાં 10-20 રૂપિયાનો ઘટાડો પણ કર્યો છે. જો કે ઉંધીયાનાં ચાહકો માટે ભાવનું ખાસ મહત્વ હોતું નથી. સારા ટેસ્ટવાળું ચટાકેદાર ઉંધીયુ બનાવનાર વેપારીને લોકો કિલોના 25-50 રૂપિયા વધુ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. અને પતંગોત્સવમાં ધાબા ઉપર જ પરિવાર અને મિત્રો સાથે ઉંધીયાની મોજ માણતા હોય છે.

દર વર્ષે લાખો રૂપિયાનું ઉંધીયુ વેંચાય છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દર વર્ષે લાખો રૂપિયાનું ઉંધીયુ વેંચાય છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાને કારણે વેપારીઓ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. અને વધુ પડતો સ્ટોક કરવાને બદલે ઓર્ડર મુજબ ઉંધીયુ બનાવવામાં આવ્યું છે. જો કે ચાલુવર્ષે કોરોનાનાં કેસ વધુ પણ દર્દીઓની પરિસ્થિતિ સારી રહેતી હોવાથી લોકોમાં ખાસ કોઈ ડર જોવામાં આવતો નથી. ગતવર્ષની તુલનાએ ચાલુવર્ષે ઉંધીયાનાં વેંચાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.