તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Even In The Midst Of Modernity, The Importance Of Bicycles Has Increased, The Use Of Bicycles In Sedentary Lifestyles Is Highly Efficient.

આજે વિશ્વ સાઇકલ દિવસ:આધુનિકતા વચ્ચે પણ સાઇકલના મહત્ત્વમાં વધારો, બેઠાડું જીવનશૈલીમાં સાઇકલનો ઉપયોગ અત્યંત કારગત

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાસ્કર ન્યૂઝ|રાજકોટ 3 જૂન સમગ્ર વિશ્વમાં સાઇકલ દિવસ તરીકે ઉજવાઈ છે. ત્યારે અધુનિકતાના સમયમાં પણ સાઇકલનું મહત્ત્વ ખૂબજ વધુ છે. સામે બેઠાડું જીવનશૈલીમાં સાઇકલનો ઉપયોગ અત્યંત કારગત નીવડ્યો છે. કોરોનાકાળમાં સાઇકલ સ્વાસ્થ્યનું પર્યાય બન્યું છે. આજના સમયમાં અનેક આધુનિક સાઈકલો આવી છે અને લોકોનો શોખ પણ ખૂબજ વધુ જોવા મળી રહ્યો છે. દિવ્યાંગ લોકો માટે પણ સાઇકલ અત્યંત આશીર્વાદરૂપ બની છે. તેમાં પણ અદ્યતન રૂપ જોવા મળે છે. માત્ર એટલું જ નહિ, રમત-ગમત ક્ષેત્રે પણ આ ઇવેન્ટ ખૂબજ લોકપ્રિય છે. શહેરના 7 ડિવિઝન ઝોનમાં 130 પોસ્ટમેન હજુ પણ સાઇકલ પર લોકોને સેવા પહોંચાડી રહ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ સાઇક્લિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. સાઇક્લિંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે આ સાથે જ મગજને પૂરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેનાથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તેની ઈમ્યુન સિસ્ટમ ખૂબ સારી હોય જેથી તે બીમાર પડતો નથી. જો કદાચ પડે તો પણ રિકવરી ખૂબ ઝડપી હોય છે.

અન્ય સમાચારો પણ છે...