જીવાદોરી સમાન એક માત્ર નર્મદા:આજી અને ન્યારી ડેમ ભલે ઓવરફ્લો થયા પણ પીવાના પાણી માટે જીવાદોરી માત્ર નર્મદા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટને છ માસ રોજ 120 MLD પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ ઓવરફ્લો થયો

રાજકોટનો આજી-1 ડેમ આખરે ઓવરફ્લો થયો છે, પરંતુ હવે આજી રાજકોટ માટે જીવાદોરી સમાન નહીં કહી શકાય! આજી ઉપરાંત ભાદર કે ન્યારી પણ છલકાય તો પણ હવે જીવાદોરી સમાન રહ્યાં નથી. હવે એક માત્ર નર્મદા જ રાજકોટ માટે જીવાદોરી છે. કારણ કે, આજીમાં કુલ 917 MCFT પાણીનો સંગ્રહ થાય છે. જેમાંથી બાષ્પીભવન બાદ કરતાં ઈસ્ટ ઝોનમાં દરરોજ 5 MCFT પાણી આપવામાં આવે તો 5 મહિના સુધી ચાલે છે.

ન્યારીમાં 1248 MCFTમાંથી દરરોજ 4 MCFT પાણી વેસ્ટ ઝોનમાં આપવામાં આવે તો બાષ્પીભવન બાદ કરતાં 6 મહિના સુધી પાણી આપી શકાય. ભાદરમાંથી પણ સેન્ટ્રલ ઝોન તેમજ ગુરુકુળ વિસ્તારમાં રોજ 4.5 MCFT પાણી આપવામાં આવે તો જ્યાં સુધી ભાદરમાં હોય ત્યાં સુધી જ ચાલી શકે છે, પરંતુ એક માત્ર નર્મદાનું પાણી જ 365 દિવસ 4.5 MCFT બેડી અને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાં આપી શકાય છે.

ટૂંકમાં આજીનું 5 MCFT 5 મહિના, ન્યારીનું 4 MCFT 7 મહિના અને ભાદરનું 4.5 MCFT જ્યાં સુધી ડેમમાં પાણી હોય ત્યાં સુધી જ આપી શકાય છે. જ્યારે નર્મદાનું પાણી કોઈ પણ સ્થિતિમાં 4.5 MCFT મળી રહે છે. જેથી રાજકોટ માટે જીવાદોરી સમાન એક માત્ર નર્મદા, નર્મદા અને નર્મદા જ છે.

અન્ય સમાચારો પણ છે...