સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીકકાંડ:20 દિવસ બાદ પણ જવાબદારો પોલીસ પકડથી દૂર, સત્તાધીશોએ પોલીસ તપાસ ચાલુ હોવાનો કક્કો ઘૂંટ્યો!

રાજકોટએક મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં 12 ઓક્ટોબરના રોજ એકસાથે બબ્બે પેપર લીક થયાની ઘટના પર યુનિવર્સિટી અને પોલીસ તંત્રએ પડદો પાડી કોઈ કાર્યવાહી ન કર્યાનું સામે આવ્યું છે.પેપર લીકકાંડમાં ભાજપ નેતાનું નામ હોવાનો FSL રિપોર્ટ જાહેર થતા જ પોલીસ જાણે કોઈ કાર્યવાહી કરવા ન માગતી હોય તેમ 20 દિવસ બાદ પણ જવાબદારોને પકડ્યા નથી. જ્યારે સત્તાધિશોએ પણ મૌન સેવી પોલીસ તપાસ ચાલુ હોવાનો કક્કો ઘૂંટ્યો હતો.

BBA અને B.com સેમ-5નું પેપર લીક થયું હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 13 ઓક્ટોબરનું BBA અને B.com સેમ-5નું એક-એક પેપર લીક થવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું હતું અને તેમાંથી B.comનું એક પેપર છાત્રોએ બીજી વખત આપવું પડ્યું હતું. જે ઘટનામાં પેપર લીકકાંડમાં ભાજપી નેતાનું નામ હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા જ પોલીસે તપાસ પડતી મૂકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે ઘટનાના 20 દિવસ પૂરા થવા છતાં પણ પેપર લીક કરનારા કોણ છે તે જાહેર થયું નથી. જેનાથી શિક્ષણ જગત પણ હતપ્રભ છે.

તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો ત્વરીત નિર્ણય લીધો હતો
પેપર લીક થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવેની તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ ત્વરીત નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર હવેની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં મોકલવામાં નહીં આવે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તમામ કોલેજોને હવેથી સોફ્ટ કોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. 13-10-2022ની BBAની પરીક્ષાનું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાત્રે જ તાત્કાલિક બદલાવવામાં આવ્યું હતું અને રાબેતા મુજબ બીજા દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી.

અગાઉ પાંચ વખત પેપર ફૂટી ચૂક્યા છે

  • 23 ડિસેમ્બર, 2021- B.com સેમ-3નું પેપર
  • 12 ઓક્ટોબર, 2022- BBA સેમ-5નું પેપર
  • 12 ઓક્ટોબર 2022- B.com સેમ-5નું પેપર
  • 2016માં Bscનું કેમેસ્ટ્રીનું પેપર
  • 2014માં BCAનું પેપર
અન્ય સમાચારો પણ છે...