તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવેની કામગીરી:એક વાલી હોઇ તેવા બાળકને પણ સહાય મળવાની શક્યતા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાં કોરોનામાં એક વાલી ગુમાવ્યા હોઇ તેવા 270 બાળક, સરવે ચાલુ

કોરાનાકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, માત્ર એટલું જ નહિ ઘણા એવા પણ બાળકો છે જેમને કોવિડમાં બંને માતા-પિતા ગુમાવ્યા હોય. આ તકે આ પ્રકારના બાળકો પોતાના પરિવારજનો અથવા તો જે લોકો તેમને સાચવી રહ્યા છે તેમને મદદ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવાયો હતો.

જેમાંથી રાજ્યભરના 33 જિલ્લામાં આ અંગેનો સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને સમાજ સુરક્ષા વિભાગને આ કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, સંપૂર્ણ નિરાધાર બાળકોની સાથે એક વાલી ગુમાવનાર બાળકોની સંખ્યા ખૂબજ વધુ છે અને હજુ પણ વધી શકે છે. એટલું જ નહિ આ આંકડો રાજ્યભરમાંથી મોટો આવી શકે છે.

હાલ સરકારના આદેશ મુજબ જે સરવે કરવામાં આવી રહ્યો છે તેમાંથી રાજકોટ જિલ્લામાં 332 અરજીઓ આવેલી છે, જેમાંથી 270 અરજી એવા બાળકની છે જેઓએ પોતાના એક વાલી ગુમાવ્યા હોઈ. ત્યારે હજુ પણ સરવેની કામગીરી શરૂ હોવાના કારણે આ આંકડો વધી શકે છે. હવે પ્રશ્ન એ છે કે, જે રીતે સરકારે નિરાધાર બાળકો માટે જે સહાય ચૂકવાઈ છે તે પ્રકારે એક વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય મળવાની શક્યતા છે. જે રીતે માતા-પિતા બન્ને ગુમાવનાર બાળકોને સહાય ચૂકવવામાં આવી છે તેમ આ પ્રકારના બાળકોને પણ સહાય મળી રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...