ભારે વરસાદ:રાજકોટ જિલ્લામાં પુલ-કોઝવે તૂટતાં 40 કરોડના નુકસાનનો અંદાજ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 128 ગામમાં 4399 હેક્ટરમાં પાકને નુકસાન
  • લોધિકામાં ખેતી અને ઘરવખરીની સહાય માટે ખાસ ગ્રાન્ટ ફાળવવા સરકારમાં રજૂઆત કરાશે

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં નુકસાની થઈ છે જેનો બે દિવસથી સરવે ચાલી રહ્યો છે જેનો પ્રાથમિક અંદાજ તંત્ર દ્વારા જાહેર કરાયો છે.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે બ્રિજ અને કોઝવે તૂટી જતા 40 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત મકાન, દુકાન, દીવાલો, રોડ-રસ્તાને પણ ભારે નુકસાન થતા તેમને રિપેર કરવા પાછળ પણ જંગી ખર્ચ થશે. વરસાદને પગલે 38 ગામ સુધી જવાના રસ્તા બંધ થયા હતા જોકે હવે તમામ રસ્તાઓ ખુલ્લા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં થયો હતો અને 25 ઈંચ જેટલો ભારે વરસાદ આવતા ખેતીને વધુ નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લોધિકામાં જ 2400 હેક્ટર પાકમાં નુકસાની છે જ્યારે ઉપલેટામાં 850 હેક્ટરનો આંક આવ્યો છે. આ તમામ સહિત જિલ્લાના 128 ગામમાં 4399 હેક્ટરમાં ખેતીના પાકને નુકસાન થયું છે.

આ તમામ નુકસાની તેમજ રસ્તા અને પુલના સમારકામ અને નવા બનાવવા માટે 100 કરોડની આસપાસની ગ્રાન્ટ લોધિકા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારો માટે સરકાર પાસે માગવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...