ચુકાદો:ચેક રિટર્ન કેસમાં એસ્ટેટ બ્રોકરને 1 વર્ષની સજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના 150 ફૂટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા અને જમીન-મકાનનો લે-વેચનો ધંધો કરતા વલ્લભ નરસી વેરાયા સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા તેમજ ચેક મુજબની રકમ વળતર રૂપે 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. આરોપી વલ્લભ વેરાયાએ સામતભાઇ મેરામભાઇ ગાણોલિયા પાસેથી કટકે કટકે રૂપિયા 6 લાખ ઉછીના લીધા હતા. જે રકમની આરોપી પાસે ઉઘરાણી કરતા આરોપીએ રૂપિયા 6 લાખની રકમનો ચેક આપ્યો હતો.

નિયત સમયે તે ચેક વટાવવા બેંકમાં નાંખતા તે ચેક વસૂલાયા વગર પરત ફર્યો હતો. જેથી સામતભાઇએ એડવોકેટ બાલાભાઇ એન.સેફાતર મારફતે નોટિસ આપી હતી. તેમ છતાં નોટિસનો જવાબ નહિ દેતા અંતે અદાલતમાં ફરિયાદ કરી હતી. જ્યારે ફરિયાદ પક્ષ દ્વારા પુરાવાઓ સાથે રજૂઆત કરતા અદાલતે આરોપી વલ્લભ વેરાયાને દોષિત ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...