તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર બ્રેકિંગ:ગુજરાતમાં એપિડેમિક ઈન્ટેલિજન્સ યુનિટની રચના, તમામ જિલ્લા અને શહેરી વિસ્તારને આવરી લઈ થશે સીરો સરવે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના પોઝિટિવ આવ્યા ન હોય તેમના બ્લડ સેમ્પલ લઈને એન્ટિબોડી ટેસ્ટ કરાશે, પ્રથમ અને બીજી વેવના ડેટાની ચકાસણી
  • ત્રીજી વેવ જો આવે તો ક્યા જિલ્લામાં કે શહેરમાં તેની કેવી અસર રહેશે તેની અગાઉથી તપાસ કરી તંત્રને તૈયાર કરશે

કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે હજુ સુધી કોઇએ સ્પષ્ટ જણાવ્યું નથી. રાજ્યભરમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. બેડની સંખ્યા વધારી દેવાઈ છે તેમજ ઓક્સિજન ન ઘટે તે માટે પીએસએ પ્લાન્ટ ઈન્સ્ટોલ થઈ રહ્યા છે. જો ત્રીજી લહેર આવે તો ખરેખર કેવી સ્થિતિ વચ્ચે કામ કરવું પડશે તેનો પણ અંદાઝ લગાવવો જરૂરી છે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગે એપિડેમિક ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરી છે. દરેક જિલ્લા અને મનપા વિસ્તારમાં આ યુનિટ હશે જેમાં સિવિલના પીએસએમ વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારી, મનપાના આરોગ્ય અધિકારી સહિતના તબીબો તેમજ અધિકારીનો સમાવેશ થશે. આ યુનિટ જે તે વિસ્તારમાં તપાસ કરીને ત્રીજી લહેરમાં ક્યા વિસ્તારમાં સૌથી વધુ અસર થશે, ક્યા ઓછી અસર થશે, ક્યારે પીક આવશે આ તમામ બાબતોનો ડેટા લેવાશે.

આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાંથી 5 ટકા રેન્ડમ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. આ ડેટાના આધારે ત્રીજી લહેર આવશે કે નહિ તે દિશા તરફ થોડું વધુ સ્પષ્ટતા મળશે અને જો ત્રીજી લહેરની શક્યતા દેખાય તો ક્યા વિસ્તારમાં કેવી અસર થવાની સંભાવના છે તે પણ રિપોર્ટમાં પ્રાથમિક રીતે જોઈ શકાશે. આ આધારે રણનીતિ નક્કી થશે. આરોગ્ય અને કલ્યાણ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે ઈન્ટેલિજન્સ યુનિટ વિશે માહિતી આપતા કહ્યુ કે, જે મોટા મેટ્રો શહેરો છે ત્યાં આઈસીએમઆરે સીરો સરવે કરાવ્યો હતો હવે ગુજરાતમાં પણ થશે. આ ઉપરાંત હાલ જે લોકો પોઝિટિવ આવ્યા છે તે પૈકી 5 ટકા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાવી રહ્યા છે જેથી અલગ અલગ વેરિયન્ટ વિશે માહિતી મળતી રહે.

ઈન્ટેલિજન્સ યુનિટની બેઠક મળી
કલેક્ટર અરૂણકુમારે જણાવ્યું હતું કે, એપિડેમિક ઈન્ટેલિજન્સ યુનિટમાં સભ્યોની નિમણૂક કરવા માટે સૂચના આપી દેવાઈ હતી. આ અંગે મેડિકલ કોલેજનો સંપર્ક સાધતા ટીમની રચના થઈ છે જેમાં પીએસએમ વિભાગના વડા, જિલ્લા આરોગ્ય અધિકારી, મનપાના આરોગ્ય અધિકારી સહિતના અધિકારી સામેલ છે અને તેની પહેલી બેઠક પણ મળી ગઈ છે. આ બેઠકમાં દરેક પ્રકારના ડેટા એકઠા કરવા સૂચના આવી છે.

સીરો સરવે કરવા માટેની કિટ મળશે
સીરો સરવે કરવા માટે ખાસ પ્રકારની એન્ટિબોડી કિટની જરૂર પડે છે. દરેક જિલ્લા પાસે આ કિટ હોતી નથી. આગામી સપ્તાહ સુધીમાં તમામ તૈયારી ચાલુ કરવાની હોવાથી બી. જે. મેડિકલ કોલેજમાંથી જિલ્લા સ્તરે ટેસ્ટિંગ કિટ મોકલાશે અને ત્યાં વિસ્તાર મુજબ રેન્ડમ સેમ્પલિંગ કરી ડેટા તૈયાર કરાશે.

એપિડેમિક ઈન્ટેલિજન્સ યુનિટ આ મામલાઓ પર પ્રકાશ પાડશે

  • જે જગ્યાએ વેક્સિનેશન થયું છે તો ત્યાં એન્ટિબોડી કેટલા છે, રિઝલ્ટ કેવું છે?
  • રસી બાદ એન્ટિબોડી ડેવલપ થયા તો કેટલા થયા ? રક્ષણ મળે તેટલા છે?
  • કોઇને ભૂતકાળમાં ઈન્ફેક્શન થયું હતું તો અત્યારે એન્ટિબોડી છે કે નહિ ? છે તો સુરક્ષિત રહે તેટલી માત્રામાં છે કે નહિ?
  • જેઓ પોઝિટિવ આવ્યા નથી અથવા તો સિમ્ટોમેટિક ન હોવાથી ટેસ્ટ નથી કરાયા તેવા કેટલા લોકોમાં એન્ટિબોડી બન્યા છે ?
  • જે તે શહેર કે જિલ્લામાં ક્યા વિસ્તારમાં ભૂતકાળમાં ક્લસ્ટરિંગ હતું હવે ત્યાં કેવી સ્થિતિ છે? ક્લસ્ટરિંગ ન હતું ત્યાં એન્ટિબોડીની સ્થિતિ શું છે?
અન્ય સમાચારો પણ છે...