આત્મનિર્ભરતા:રાજકોટમાં કોરોના મહામારીમાં ભિક્ષુકે રસ્તા વચ્ચે જ ચુલો પેટાવી ગરમ રસોઈ બનાવી, સરકારને લોકડાઉન ન કરવા અપીલ

રાજકોટએક વર્ષ પહેલા
મહિલા ભિક્ષુકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.
  • બળબળતા તાપમાં ભિક્ષુક પોતાના પેટની આગ ઠારવા રસ્તા પર જ રસોઇ બનાવી

એક તરફ કોરોનાનો કહેર બીજી તરફ દિવસ દરમિયાન આકાશમાંથી જ્વાળામુખીનો વરસાદ થતો હોય તેમ આકરો તાપ પડી રહ્યો છે. રાજકોટના રસ્તા પર રહી જીવન ગુજરાતા ભિક્ષુકના હૃદય કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના ત્રિકોણબાગ વિસ્તાર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક ભિક્ષુક પોતાના પેટની આગ ઠારવા રસ્તા પર જ નાની એવી વાટકીનો સહારો લઇ ભઠ્ઠો કરી ચૂલો બનાવી રસોઇ કરતા નજરે પડે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે અને તેમાં સરકારને લોકડાઉન ન કરવા અપીલ પણ કરતો અવાજ સંભળાય રહ્યો છે.

રસ્તે રખડતા ભિક્ષુકો કોરોના સંક્રમણથી બાકાત
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં સતત પોઝિટિવ કેસ અને મૃત્યુ આંકની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઇ વૃદ્ધ લોકો, મધ્યમ વર્ગથી અમીર સુધી અને અધિકારીઓથી પદાધિકારીઓ સુધી સૌ કોઇ લોકો એક બાદ એક કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે ગરીબ અને રસ્તે રખડતા ભિક્ષુકો કોરોના સંક્રમણથી બાકાત છે. તેવું આ વીડિયો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.

તૈયાર માગવા કરતા મહિલા ભિક્ષુકે રસ્તા વચ્ચે ચુલો પેટાવી રસોઇ બનાવી.
તૈયાર માગવા કરતા મહિલા ભિક્ષુકે રસ્તા વચ્ચે ચુલો પેટાવી રસોઇ બનાવી.

લોકોની પરિસ્થિતિ વિશે મુખ્યમંત્રીને જાણ કરી
વીડિયો બનાવનાર વ્યક્તિ વીડિયોમાં બોલે છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ છે કે લોકડાઉન કરવામાં ન આવે. લોકડાઉન પહેલા જ જો પ્રજાની આવી હાલત હોય તો લોકડાઉનમાં શું પરિસ્થિતિ આવી શકે તેવો સવાલ છે. ગરીબ લોકોએ રસ્તા વચ્ચે રસોઇ બનાવવાનો વારો આવ્યો છે. માટે લોકડાઉન કરવામાં ન આવે તેવી અપીલ છે.

અન્ય સમાચારો પણ છે...