તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓમાં રોષ:રાત્રી કર્ફ્યૂમાં ઉદ્યોગકારો, મજૂરો ઘરે નથી આવી શકતા

રાજકોટ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બર ઓફ કોમર્સ સહિતના 36 વેપારી સંગઠન પોતાની મુશ્કેલી કલેક્ટર તેમજ પોલીસ કમિશનર સમક્ષ વર્ણવશે

કોરોનાની મહામારીને કારણે રાજકોટમાં રાત્રી કર્ફ્યૂનો સમય 11.00 માંથી 9.00નો કરી દેવામાં આવ્યો છે. સમય મર્યાદા ઘટાડી દેવામાં આવતા આ અંગે વેપારીઓમાં કચવાટ ફેલાયો છે. ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય 36 વેપારી સંગઠને શનિવારે વેબિનાર કર્યો હતો. જેમાં ઔદ્યોગિક એકમોના સંગઠનોએ કહ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂને કારણે ઉદ્યોગકારો કે મજૂરો રાત્રીના ઘરે નથી આવી શકતા. જ્યારે વેપારનો સમય ઘટી જતા વેપારીઓમાં પણ કચવાટ ફેલાયો છે. રાત્રી કર્ફ્યૂથી વેપારીઓને પડતી મુશ્કેલી અંગે ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય એસોસિએશન મ્યુનિ. કમિશનર, કલેક્ટરને રજૂઆત કરશે. અને જરૂર પડ્યે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સાથે રાત્રી કર્ફ્યૂના વિરોધમાં આજી જીઆઇડીસી એસોસિએશન, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન,મશીન ટુલ્સ એસોસિએશન,લોધિકા જીઆઇડીસી એસોસિએશન,ઓટોમોબાઇલ ડીલર એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન વગેરે જોડાયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, વેપારી અને ઉદ્યોગકારોના હિતને ધ્યાને રાખીને રાત્રી કર્ફ્યૂના સમયની મર્યાદા વધારવી જોઇએ. જો સમય મર્યાદા વધારવામાં નહિ આવે તો પરિસ્થિતિ બગડશે.

વેપારીઓ માટે આ સમસ્યા મોટી

 • ખાનગી હોસ્પિટલ કોરોના દર્દીના બિલ મોટા ફાડે છે.
 • 9.05 થાય ત્યાં જ પોલીસ દુકાન બંધ કરવવા માટે પહોંચી જાય છે. ખોટી રીતે હેરાનગતિ કરે છે.
 • રેસ્ટોરન્ટ, હોટેલના ધંધાર્થીઓને ટેક ઓફ અને ફૂડ ડિલિવરી માટે રાત્રીના 12.00 સુધી મંજૂરી આપવી જોઈએ.જેથી વેપાર થઈ શકે અને કર્મચારીઓના પગાર નીકળી શકે.
 • વેપારીઓને 9.00 કલાકે પોતાની દુકાન બંધ કરી દેવી પડે છે. આખા દિવસમાં તડકો હોવાથી લોકો ખરીદી કરવા આવતા નથી એટલે વેપાર પ્રભાવિત થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો