તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના નાણામંત્રીને રજૂઆત:ઉદ્યોગકારોએ 18 સમસ્યામાં માગ્યું પરિવર્તન, કરમાં રાહતની માગણી

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ મશીનરી ડીલર્સ એસો.એ નાણામંત્રીને પત્ર લખ્યો

આગામી દિવસોમાં રાજ્યનું બજેટ રજૂ થવાનું છે. ત્યારે રાજકોટના ઉદ્યોગકારોએ 18 સમસ્યામાં પરિવર્તન માગ્યું છે. આ સિવાય ટેક્સમાં રાહત આપવામાં આવે તેવી માગણી કરી છે. વેપારીઓને નડતા વિવિધ પ્રશ્ન મુદ્દે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશને રાજ્યના નાણામંત્રીને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જીએસટીમાં ડીઝલ એન્જિનના પાર્ટસ પર વધારાનો ટેક્સ ઝીંકવામાં આવ્યો છે.આ ઉપરાંત ઈલેક્ટ્રિકસિટીને કારણે ડીઝલ એન્જિન અને તેના પાર્ટસનો વ્યવસાય ઘસાઇ ગયો છે. જીએસટીના નવા નિયમમાં લમસમ ખરીદી વેચાણ બાબતમાં આંતરરાજ્ય ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આંતરરાજ્ય વેચાણ માટે છૂટ આપી નથી. ત્યારે વેપારીઓની પરિસ્થિતિને ધ્યાને રાખીને છેલ્લા એક જ વર્ષનું એસેસમેન્ટ બાકી છે.તેમ ગણવામાં આવે તેવો સુધારો થઈ જાય તો ફક્ત સાત વર્ષ સુધીના જ ચોપડા સાચવવા પડે. જીએસટી હોવા છતાં પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તો આ ટેક્સ દૂર કરવો જોઈએ.

જીએસટીનું ઓડિટ માત્ર ચાર્ટર્ડ એકાઉટન્ટ અથવા કંપની સેક્રેટરી કરી શકશે. અગાઉ ઓડિટ માટે તેમના પોતાના એડવોકેટનો ઓડિટ રિપોર્ટ માન્ય રખાય તો બે એડવોકેટની સેવા લેવાની જરૂર પડે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો