મોરેશિયસના મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ અને WHOના ડિરેક્ટર જનરલ ટેડરોઝ આવતીકાલે રાજકોટ શહેરના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ એરપોર્ટથી પસાર થનાર હોઇ તેમજ રોડ શોમાં જોડવાના હોઇ આ રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે બપોરના 12 થી સાંજના 6 સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને "નો પાર્કિંગ" અંગેનું જાહેરનામુ પ્રસિંધ્ધ કરવામાં આવ્યું છે. જેથી રોડ શો રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે.
હનુમાનમઢી ચોક તથા એરપોર્ટ તરફ જઈ શકશે
આ અંગે રાજકોટ ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી, એરપોર્ટ ફાટક થી જુની.એન.સી.સી સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ (રોડ શો માં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય) (1) એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ ગીતગુજરી શેરી નં ૩થી રૈયા રોડ આમાલાપી અંડરબ્રીજથી રેસકોર્ષ રોડથી જઈ શકશે (2) જુની એન.સી.સી ચોકથી એરપોર્ટ સર્કલ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ જુની એન.સી.સી ચોકથી રેસકોર્ષ રીંગ રોડ આમ્રપાલી અંડર બ્રીજથી રૈયા રોડ થઈને હનુમાનમઢી ચોક તથા એરપોર્ટ તરફ જઈ શકશે.
રાજકોટથી જામનગર રવાના થશે
ઉલ્લેખનીય છે કે આગામી તા.19 એપ્રિલે ‘આયુષ દિવસ’ નિમિત્તે જામનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મોરેશિયસના PM અને WHOના વડા પણ ઉપસ્થિત રહેવાના છે. તેઓ 18 એપ્રિલે રાજકોટથી જામનગર રવાના થશે. એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી રોડ શોમાં તેમને આવકાર માટે સમગ્ર રૂટ પર ઢોલ, ડી.જે. , રાસગરબા , વેશભૂસા જેવા અલગ અલગ રંગો સાથે સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી રીંગરોડ સમગ્ર રૂટ પર પૂષ્પવર્ષા કરાશે અને ભાજપના તમામ વોર્ડ, સેલ, મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ માટે શહેર ભાજપ દ્વારા ખાસ બેઠક બોલાવી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આજે રાજકોટ પોલીસ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.