શિક્ષણ:P.hdની માન્યતા 1 વર્ષની કરવાના વિરોધ વચ્ચે આજથી પ્રવેશ પરીક્ષા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 197 જગ્યા માટે આત્મીય કોલેજમાં 9 અને 11મીએ પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા વિષયોમાં પીએચડીની ખાલી પડેલી 197 જગ્યાઓ માટે કુલ 2423 વિદ્યાર્થીઓની આજથી આત્મીય કોલેજમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. 9મી અને 11મીએ એમ બે દિવસ સુધી સવારે અને સાંજે એમ બે તબક્કામાં આ પરીક્ષા લેવાશે. સિન્ડિકેટની બેઠકમાં પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓની પાસિંગ સમય મર્યાદા ત્રણ વર્ષની નક્કી કર્યા બાદ હવે યુનિવર્સિટીએ એક વર્ષની વેલિડિટી રાખવાના નિર્ણયના વિરોધ વચ્ચે આજથી પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ થઇ રહી છે. એનએસયુઆઈએ પીએચડી પાસ કર્યાની માન્યતા આજીવન રાખવા માંગણી કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પીએચડીની મેરિટ કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે 9થી 21 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું જાહેર કરાયું હતું. આ સમય દરમિયાન યુનિવર્સિટીમાં કુલ 197 સીટ સામે 2423 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. અરજીઓમાં સૌથી વધુ કોમર્સમાં પીએચડી કરવા માટે કુલ 24 સીટ સામે 411 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે જ્યારે સૌથી ઓછામાં ઇન્ડિયન કલ્ચરમાં 4 સીટ સામે માત્ર 2 જ વિદ્યાર્થીઓની અરજી આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષે એવો પણ નિર્ણય કર્યો છે કે પીએચડી માટે જે વિષય માટે ગાઈડ પાસે જગ્યા ખાલી હશે તે જ વિષયની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. જે ગાઈડ નીચે પીએચડી માટે જગ્યા જ ખાલી નહીં હોય તો તે વિષયની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં નહીં આવે.યુનિવર્સિટીએ કરેલા દર વર્ષે પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને દર વર્ષે પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જે વિદ્યાર્થીઓને ગાઈડ નહીં મળે તેમણે દર વર્ષે પરીક્ષા અાપવી પડશે.

અન્ય સમાચારો પણ છે...