તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીમાં પડ્યો રસ:રાજકોટમાં વેક્સિન મુકાવવા માટે યુવાનોમાં ઉત્સાહ, બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 8362 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ12 દિવસ પહેલા
  • શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ 48 સ્થળો પર અપાશે રસી, 10 હજાર રસીકરણનો ટાર્ગેટ
  • વિદેશના લોકો પણ વેક્સિનેશનથી કોરોના મુક્ત થયા છે - યુવાન

આજથી 18 વર્ષથી ઉપરના ઉંમરના વ્યક્તિઓ માટે વેક્સિનેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને પગલે રાજકોટમાં યુવાનો રસી મુકાવવા માટે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંગે વાત કરતા યુવાનોએ જણાવ્યું હતું કે, વિદેશના લોકો પણ વેક્સિનેશનથી કોરોના મુક્ત થયા છે. તો આપણે તો અચૂક પણે વેક્સિન લેવી જ જોઈએ. ઉલ્લેખનીય છે કે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ 48 સ્થળો પર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 18 વર્ષથી મોટી વયના જે લોકોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરેલ હશે તેમને એપોઇન્ટમેન્ટના સમય મુજબ રસી આપવામાં આવશે. જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરેલ તેમને હાલ રસી મળશે નહિ. આગામી સમયમાં રજિસ્ટ્રેશન વગરના લોકો માટે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજે ઝવેરચંદ મેઘાણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાતે યુવાનોની લાંબી કતાર લાગી હતી. જ્યાં આશરે 60થી વધુ યુવાનો રસીકરણ માટે આવ્યા હતા. આ સમયે યુવાનોમાં જોવા મળી રસીકરણને લઈને જાગૃતતા જોવા મળી રહી છે.

રસી મેળવવા માટે આટલી પ્રક્રિયા કરવાની રહેશે

  • કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે, જે લોકોએ એન્ટ્રી કરી લીધી છે તેઓએ સેશન સાઈટ પસંદ કરે તો જ રજિસ્ટ્રેશન પૂરું થયું ગણાશે.
  • રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અથવા તો અન્ય કોઇ પુરાવાની જરૂર પડશે
  • સેશન સાઈટ તરીકે નજીકનું કોઇપણ સ્થળ પસંદ કરવાનું રહેશે તેમજ ટાઈમ સ્લોટ પણ પસંદ કરવાનો રહેશે.
  • ટાઈમ સ્લોટ તરીકે સવારે 9થી 11, 11 થી 1, 1થી 3 અને 3થી 6 એમ ચાર સ્લોટમાંથી એક પસંદ કરવાનો રહેશે
  • રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ એસએમએસ આવશે જેમાં તમામ વિગતો અને સ્થળ હશે.
  • રજિસ્ટ્રેશનમાં નક્કી કરેલા સ્થળ અને સમય અનુસાર યુવાનોએ જવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને બેસવાનું રહેશે ​​​​​​.
  • સેશન સાઈટ પર આધાર કાર્ડ તેમજ જે મોબાઈલ પર મેસેજ આવ્યો તે બતાવ્યા બાદ રસી આપવામાં આવશે.

સ્થળમાં માત્ર શાળા નંબર જ આવે, સરનામુ નહીં
18 વર્ષ કરતા વધુ હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ રજિસ્ટ્રેશનમાં યુવાનોએ સેશન સાઈટ પસંદ કરવાની હોય છે. મનપાએ મોટાભાગે શાળાઓ જ રાખી છે જો કે સરકારી શાળાના ફક્ત નંબર જ તેમાં પ્રદર્શિત થઈ રહ્યા છે. સરનામુ ન આવતા લોકો મુંઝાયા છે. જેમ કે કોઇ વ્યક્તિ સેશન સાઈટ પસંદ કરે તો શાળા નંબર 57 આવે પણ આ શાળા ક્યાં આવી તે ઉલ્લેખ કરેલો નથી. જે લોકો પોતાના વિસ્તારના શાળા નંબરથી અજાણ છે તેઓને ખબર જ નથી કે કઈ જગ્યા તેમને નજીક પડશે.

કેટલા રજિસ્ટર્ડ થયા તે પણ માહિતી અપાઈ નથી
રાજકોટ શહેરમાં 18થી ઉપરની ઉંમરના કેટલા લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિગત પણ હજુ સુધી આરોગ્ય વિભાગે આપી નથી. આ કારણે જ્યારે લોકો રસી લેવા આવશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર કેટલા લોકો આવ્યા છે. તેનાથી એવું પણ બની શકે કે એક સાઈટ પર 200 લોકો આવી જાય જ્યારે અમુક સાઈટ પર નજીવી સંખ્યા જોવા મળે.

અમે વેક્સિન‌ લઈશુ,કોરોનાને હરાવીશુ,આ જ છે મારો સંકલ્પ,ગુજરાતને અડીખમ રાખીશું.
અમે વેક્સિન‌ લઈશુ,કોરોનાને હરાવીશુ,આ જ છે મારો સંકલ્પ,ગુજરાતને અડીખમ રાખીશું.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો