• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Enthusiasm Among Supporters To Watch Their Beloved MLA Become A Minister In Rajkot, Set Up TV In The Street Outside The Office

શેરીમાં LIVE શપથવિધિ:રાજકોટમાં પોતાના માનીતા ધારાસભ્યને મંત્રી થતા નિહાળવા સમર્થકોમાં ઉત્સાહ, કાર્યાલય બહાર શેરીમાં ટીવી ગોઠવી શપથવિધિ નિહાળી

રાજકોટએક મહિનો પહેલા
શેરીમાં શપથવિધિ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • MLA રૈયાણીના વિસ્તારમાં ભાજપ કાર્યાલય ઉજવણીનું એપીસેન્ટર બન્યું
  • અન્ય કાર્યકરોમાં નિરાશાનું વાતાવરણ, જૂથવાદ હોવાની વાતો ચર્ચા

ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ શરૂ થતા ધારાસભ્યોના ઘર અને કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ વિધાનસભા 68ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો મંત્રી મંડળમાં સમાવેશ થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યાલયની બહાર શેરીમાં ટીવી ગોઠવી શપથવિધિ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરાશાનું વાતાવરણ જોવા મળતા જૂથવાદ હોવાની વાતો ચર્ચાય રહી છે

શેરીમાં શપથવિધિ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું
શેરીમાં શપથવિધિ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું

શપથવિધિ સમારોહ લાઈવ નિહાળવા કાર્યક્રમ યોજાયો
રાજકોટ વિધાનસભા 68ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા આજે તેમના કાર્યાલય ખાતે જીતનો જશ્ન મનાવ્યો હતો. આ સાથે અરવિંદ રૈયાણીને આજ રોજ સવારના સમયે ભાજપના હાઇકમાન્ડ માંથી ફોન આવતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તા અને સમર્થકોએ ફટાકડા ફોડી શેરીમાં ટીવી રાખી શપથવિધિ સમારોહ લાઈવ નિહાળવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અરવિંદ રૈયાણી (ફાઈલ તસવીર)
અરવિંદ રૈયાણી (ફાઈલ તસવીર)

ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા
પરિવારજનો અને મિત્રો દ્વારા ઘરમાં મીઠાઇ વેચીને આનંદ ની લાગણી વ્યક્ત કરી. પરિવારજનો અને સમર્થ કે ઘરમાં જ ગરબો શરૂ કરી દીધો હતો. ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ પણ MLA રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. MLA રૈયાણીના વિસ્તારમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. મંત્રીમંડળમાં સમાવેશ થતાની સાથે જ હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. શપથગ્રહણ સમારંભ સમયે ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

કાયર્કરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો
કાયર્કરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો

પિતા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા
અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણીનો જન્મ 1 એપ્રીલ, 1978ના રોજ થયો હતો. તેમના પિતા ગોરધનભાઈ રૈયાણી કે જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. તેથી ધો. 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ અરવિંદભાઈ યુવા વયેથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ ભુતકાળમાં સાંભળી હતી.

કાયર્કરોએજીતનો જશ્ન મનાવ્યો
કાયર્કરોએજીતનો જશ્ન મનાવ્યો

વિધાનસભા-68 ના ધારાસભ્ય છે અરવિંદભાઈ રૈયાણી
અરવિંદભાઈ રૈયાણીએ એક ટર્મ સુધી શહેર યુવા ભાજપના મંત્રી અને યુવા પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી હતી. તેઓ 2010થી કોર્પોરેટર તરીકે ચુંટાઈ આવ્યા હતા. જેમાં કોર્પોરેશનની બાંધકામ સમિતિના ચેરમેન પડે તેમની બે વખત નિમણુંક થઈ હતી અને તેઓ શાસક પક્ષના દંડક તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે. હાલમાં રાજકોટ પૂર્વ (વિધાનસભા-૬૮) ના ધારાસભ્ય છે.

અન્ય સમાચારો પણ છે...