તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:રાજકોટ ગ્રામ્યમાં વીંછિયા-જસદણના યુવાનોમાં પણ ઉત્સાહ, એક દિવસમાં 92.75 ટકા રસીકરણ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવાનોએ ઉત્સાહભેર રસી લીધી હતી. - Divya Bhaskar
યુવાનોએ ઉત્સાહભેર રસી લીધી હતી.
  • જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં ગોંડલમાં સર્વાધિક 97.16 ટકા રસીકરણ થયું

રાજકોટ ગ્રામ્યમાં યુવાનોનું રસીકરણ શરૂ થતાં તેને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને પ્રતિદિવસ 5000નો લક્ષ્ય પણ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે 4642 લોકોએ રસી લીધી હતી. 11 તાલુકાની સરખામણીમાં ગોંડલમાં સર્વાધિક 97.16 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. સામે પછાત અને અંધશ્રદ્ધા ધરાવતા ગામો જેમ કે વીંછિયા અને જસદણ પંથકમાં અલગ જ ચિત્ર સામે આવ્યું છે, જેમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોતા બને પંથકોમાં 94 ટકા રસીકરણ થયું છે.

આ તકે રાજકોટ, વીંછિયા, લોધિકામાં, પડધરીમાં સાઈટ બદલવામાં પણ આવી છે. જિલ્લાના સીડીએચઓ નિલેશ શાહે કહ્યું કે, રાત્રીના 10 વાગ્યે સાઈટ ખુલી હતી, તેમ છતાં અનેક લોકોએ રસીકરણ કરાવ્યું હતું, ત્યારે શુક્રવારના રોજ સાઈટ સાંજના 5 વાગ્યે ખુલી જતા રસી લેનારા લોકોની સંખ્યા વધી પણ શકે છે.

11 તાલુકામાં 18 પ્લસ માટે શુક્રવારે થયેલું રસીકરણ
તાલુકારસીકુલ ડોઝટકાવારી
રાજકોટ4340085.75
વીંછિયા18020090
ઉપલેટા56760094.5
જસદણ38240095.5
જેતપુર57860096.33
ધોરાજી56060093.33
જામકંડોરણા37140092.75
ગોંડલ58360097.16
લોધિકા33740084.25
પડધરી36840092
કોટડા37340093.25

45 પ્લસના કુલ 926 લોકોએ રસી મુકાવી
રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 45 વર્ષ ઉપરના 926 લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા. જેમાં પ્રથમ ડોઝ લેનાર કુલ લોકોની સંખ્યા 737ની છે, જયારે બીજા ડોઝ લેનાર લોકોની સંખ્યા 189ની છે. જેમાં જેતપુર તાલુકાના 130 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અને સૌથી ઓછું પડધરીમાં નોંધાયું હતું જેમાં 15 લોકોએ રસી લીધી હતી. સામે બીજા ડોઝ માટે સર્વાધિક ગોંડલમાં 73 લોકોએ રસી લીધી હતી, જેમાં રાજકોટમાં એક પણ વ્યક્તિએ બીજો ડોઝ લીધો ન હતો.

ઔદ્યોગિક સંગઠનોનો સહયોગ મળશે
રાજકોટ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ધીરે-ધીરે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકો રસી લ્યે, જે માટે ઔદ્યોગિક સંગઠનોને સાથે રાખવામાં આવશે, અને લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ઉપયોગી પણ સાબિત થશે, જે માટે મિટિંગ પણ યોજાશે. બીજી તરફ જે પછાત વિસ્તાર છે અને તેના યુવાનોએ રસી લીધેલી હશે, તેથી તેમના મારફતે પણ તેઓના પરિવારને જાગૃત કરાશે. > અનિલ રાણાવશીયા, ડીડીઓ

​​​​​​​મનોવિજ્ઞાનના નિષ્ણાતો લોકોનું કાઉન્સેલિંગ કરી અંધશ્રદ્ધા દૂર કરશે
​​​​​​​યુવાનોનું વેક્સિનેશન શરૂ થયું છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વેક્સિન અંગે ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. ગામડાંઓના લોકોમાં વેક્સિન અંગે હજુ પણ અંધશ્રધ્ધા ફેલાઈ રહી છે ત્યારે ગ્રામ્ય લોકોનું કાઉન્સેલિંગ કરવા અને ત્યાંના લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને ખાસ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રે સોંપી છે. જેમાં સાઇકોલોજીના નિષ્ણાત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ગામેગામ રૂબરૂ જઈને લોકોને મળીને તેમનું કાઉન્સેલિંગ કરશે અને વેક્સિન લેવા પ્રેરશે. આ માટે પ્રોફેસરોને જવાબદારી સોપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...