ડ્યૂટી:દિવાળીમાં વીજપુરવઠો જાળવવા ઈજનેરો સ્ટેન્ડ ટુ, પ્રકાશના પર્વ માટે PGVCLનો કંટ્રોલરૂમ શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારો દરમિયાન શહેરભરમાં ક્યાંય વીજળી ગુલ ન થાય તે માટે પીજીવીસીએલએ તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં તહેવારોમાં અંધારપટ ન છવાય તે માટે ખાસ કંટ્રોલરૂમ ઊભો કરાયો છે જ્યાં શહેરના ઈજનેરો પણ સ્ટેન્ડ ટુ રહેશે. આ ઉપરાંત શહેરના તમામ સબ ડિવિઝનોમાં પણ લાઈન સ્ટાફ, જરૂરી સાધન-સામગ્રી, ટેક્નિકલ સ્ટાફ, વાહન વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રકાશના પર્વમાં અંધારાં ન છવાય તે માટે વીજ અધિકારીઓ અને કર્મચારીઓને પણ સ્ટેન્ડ ટુ રાખવા તાકીદ કરાઈ છે. દરેક સબ ડિવિઝનોમાં લાઈન સ્ટાફ અને અન્ય કર્મચારીઓને તહેવારોમાં ખાસ ડ્યૂટીના ઓર્ડર પણ કરાયા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં નાનું-મોટું સમારકામ કે અન્ય લાઈન કામગીરી બાકી છે તે દિવાળી પહેલા પૂર્ણ કરી દેવા પણ તાકીદ કરી દેવામાં આવી છે. પીજીવીસીએલના તમામ સબ ડિવિઝન, ફોલ્ટ સેન્ટર સતત કાર્યરત રહે અને લાઈન સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રાખવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. પ્રકાશના પર્વમાં દરેક ઘર, ગલી મહોલ્લા સહિતના વિસ્તારોમાં અજવાળા પથરાયેલા રહે અને વીજળી ગુલ થાય અને લોકોને તહેવાર સમયે જ મુશ્કેલી ન પડે તે માટે વીજતંત્રે આગોતરી તૈયારી આરંભી છે. દિવાળીના પાંચ દિવસ દરમિયાન તમામ વીજ ફોલ્ટ સેન્ટરમાં કર્મીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...