મતદાન જાગૃતિની કામગીરીના ભાગરૂપે રાજકોટની એવીપીટીઆઈ ખાતે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (સ્વીપ) હેઠળ વોટર્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. જેમાં એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાન કરવાના છે તેમને ચૂંટણી અને તેમાં થતા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા કે, હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે, ગુજરાત વિભાનસભા સામાન્ય ચૂંટણીમાં હું કોઈપણ ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવથી દૂર રહીને અન્ય કોઈ રીતે પ્રલોભિત થયા વિના મતદાન કરીને લોકશાહીનો અવસર ઉજવીશ. આ સેમિનારમાં નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.