તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઝિટર રોબોટ:ઈજનેરીના વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યો, લેથ, મિલિંગ, શેપર, સીએનસી સહિતના મશીનની સમજણ આપે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જુદા જુદા મિકેનિકલ કાર્યની સમજણ આ રોબોટ પ્રાદેશિક ભાષામાં આપે છે. - Divya Bhaskar
જુદા જુદા મિકેનિકલ કાર્યની સમજણ આ રોબોટ પ્રાદેશિક ભાષામાં આપે છે.

ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સેમેસ્ટર-6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા “વર્કિંગ મોડેલ ઓફ વિઝિટર રોબોટ બનાવ્યો છે. આ રોબોટ કોઈપણ યુનિટની વિઝિટ કરાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ રોબોટમાં એવું પ્રોગ્રામિંગ કરાયું છે કે તે મિકેનિકલ વર્કશોપમાં આવેલ લેથ મશીન, મિલિંગ મશીન, શેપર મશીન અને સીએનસી મશીનની ઓટોમેટિક વિઝિટ કરાવી શકે છે તથા દરેક મશીન પર કરવામાં આવતા વિવિધ મિકેનિકલ કાર્યની ટૂંકમાં સમજણ આપે છે.

દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે, આ રોબોટ Arduino Uno, Arduino Mega, DC મોટર અને તેના કન્ટ્રોલર દ્વારા ચલાવવામાં આવે છે અને રોબોટથી જેતે પ્રદેશની ભાષામાં વાતચીત કરાવી શકાય છે. આ રોબોટમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ પાર્ટ્સ, ઓટોમેશન માટેનું પ્રોગ્રામિંગ તેમજ Arduino નું પ્રોગ્રામિંગ વિદ્યાર્થીએ 8 મહિનાની મહેનત અને ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયું છે. આ રોબોટ ઓછા પાવર વપરાશની સાથે ઓછા ખર્ચમાં સારું કામ કરવા માટે સક્ષમ છે.

આજના આધુનિક યુગમાં આ પ્રોજેક્ટ એમએનસી કંપનીમાં સારું એવું સ્થાન લઇ શકવા માટે સક્ષમ છે. વિદ્યાર્થીઓ જૈવિક સોલંકી, કૌશલ પરમાર, જય ખોયાણી અને પ્રથમ કાકડિયાએ પ્રોફેસર પરેશ ભૂવાના માર્ગદર્શન હેઠળ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

આ પ્રોજેક્ટને દર્શન યુનિવર્સિટીના ચેરમેન ડૉ. આર. જી. ધમસાણિયા સહિતનાઓએ પ્રોત્સાહિત કર્યો છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઘણા કાર્ય કરી શકાય છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઘણા ક્ષેત્રોમાં રૉબોટિક તકનીકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે આ ક્ષેત્રમાં રોજગારીની અનેક તક છે.

અન્ય સમાચારો પણ છે...