એજ્યુકેશન:ઈજનેરીના છાત્રોએ ભંગારમાંથી 400 કિલોની વહન ક્ષમતાનું ઇ-વાહન બનાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ 85% ભંગાર વાપર્યો: ફુલ ચાર્જ થતા 40 કિ.મી. ચાલે છે

અત્યારે જ્યારે દુનિયા ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોની બનાવટ અને વપરાશ માટે જઈ રહી છે ત્યારે આર.કે. યુનિવર્સિટીમાં 85% ભંગારમાંથી ઈલેક્ટ્રિક માલવાહક વાહન બનાવવામાં આવ્યું છે. આ વાહનની ભારવહન ક્ષમતા 400 કિલો છે. 48 વોટ ઈલેક્ટ્રિક મોટરથી ચાલતા આ વાહનને પૂરી ક્ષમતા સાથે ચલાવતા 40 કિલોમીટર અંતર કાપે છે. બેટરીને પૂરેપૂરી ચાર્જ થતા લગભગ સાડા ત્રણ કલાક થાય છે. વાહનના ડિફરન્સિયલ શાફ્ટ સિવાય બધું જ ભંગારમાંથી સંસ્થાના મિકેનિકલ વિભાગના વર્કરશોપમાં જ સંપૂર્ણપણે બનાવવામાં આવ્યું છે.

જો આટલી જ કેપેસિટીનું વાહન એન્જિન વડે બનાવવામાં આવે તો એ લગભગ દોઢ લાખમાં બને જ્યારે આ વાહન ફક્ત 40,000ના જ ખર્ચ સાથે બનાવવામાં આવ્યું છે જે ઈલેક્ટ્રિક હોવાના લીધે વાતાવરણને પ્રદૂષિત કરતું નથી. આ વાહન બનાવવામાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયદીપ ડોડિયા અને સંસ્થાના મિકેનિકલ વિભાગના વડા ડો. ચેતનકુમાર પટેલે ભારે જહેમત ઉઠાવી છે. એનું સંપૂર્ણ ફેબ્રિકેશન સંસ્થાના જ વર્કશોપમાં બાબુભાઈ અને સચિનભાઈએ કર્યું છે. આ માટેની જરૂરી ગ્રાન્ટ સંસ્થાના ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી મળી છે. આ પ્રોજેક્ટ પહેલા આ જ ટીમે ઈલેક્ટ્રિક bike અને ઈલેક્ટ્રિસિટી તથા એન્જિન એમ બંનેથી ચાલતું હાઇબ્રીડ એક્ટિવ બનાવેલું છે. આ માટે સંસ્થાના ઇજનેરી વિભાગના ડિરેક્ટર ડો. અમિત લાઠીગરા અને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડેનિશ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...