મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નવાગામ સીસીરોડના કામનું નિરીક્ષણ કર્યું હતું અને રોડનું કામ ઝડપથી પૂરું કરવા માટે સૂચના આપી હતી. આ જ રીતે રામવનનું કામ પણ ચોમાસા પહેલા પૂરું કરવા કહ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર પરેશ જોશીએ નવાગામમાં બનતા રોડના ઝડપથી ચૂકવણા કરવાના દબાણમાં આવીને આપઘાત કરી લીધો હતો. જેને કારણે કોન્ટ્રાક્ટર મધુરમ એજન્સીના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે આ રોડ હજુ સુધી પૂરો થયો નથી છતાં એજન્સી સામે કાર્યવાહી કરાઈ નથી એ રોડની મુલાકાત કમિશનરે બુધવારે લીધી હતી અને હવે કામ પૂરું કરવા કહેવાયું છે જોકે કર્મચારી યુનિયને રોડ તેમજ ભવિષ્યના દરેક કામમાંથી મધુરમ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની જે માંગ હતી કે હવામાં ઉડાવી દેવાઈ છે અને આ પ્રકરણની ખાતાકીય તપાસ પણ હજુ આગળ વધી નથી.
મ્યુનિસિપલ કમિશનરે રામવનની મુલાકાત પણ લીધી હતી જ્યાં કામની ઝડપને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ખૂબ જ આકરાં શબ્દોમાં ચેતવણી આપી હતી અને ચોમાસા પહેલા કામ પૂરું કરવા કહ્યું હતું. ઈજનેરોએ 15 દિવસમાં કામ પૂરું થઇ જશે તેવી ખાતરી આપી છે. જોકે આ વાયદો પણ ખોટો પડશે કારણ કે રામવનમાં ગેટમાં ફિનિશિંગ અને કલરકામ તેમજ જ પેવિંગ બ્લોકના કામ કરવાના બાકી છે જેને હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાં ચોમાસું બેસી જતા કામગીરી અટકી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.