તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારનો આક્ષેપ:રાજકોટમાં બે વર્ષ પહેલા હાપા સગાઈ થઇ'તી, કોરોનાને કારણે લગ્નની તારીખ નક્કી ન થતા કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવાર હોસ્પિટલ લઇ ગયો તો ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો. - Divya Bhaskar
પરિવાર હોસ્પિટલ લઇ ગયો તો ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો.
  • મૃતક યુવાન બે ભાઇમાં નાનો અને મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો

કોરોના અને લોકડાઉનના કારણે અનેક લોકોના ઘરની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. પરંતુ રાજકોટમાં અજીબ ઘટના સામે આવી છે. શહેરના રૂખડિયાપરામાં રહેતા સાગર મકવાણા નામના 26 વર્ષના યુવાનની સગાઈ બે વર્ષ પહેલા હાપા થઈ હતી. પરંતુ કોરોનાને કારણે લગ્નની તારીખ નક્કી થતી ન હોવાથી કંટાળ્યો હતો. અંતે સાગરે ઘરે જ પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સાગર મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતા સાગર બાબુભાઇ મકવાણાએ આજે વહેલી સવારે પોતાના ઘરે પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાય લેતા તેને પરિવારજનોએ સિવિલ હોસ્પિટલે ખસેડતા સાગરને મૃત જાહેર કર્યો હતો. સાગર બે ભાઇમાં નાનો અને મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. સાગરની બે વર્ષ પહેલા હાપા સગાઈ થઇ હતી. કોરોનાને કારણે લગ્નની તારીખ નક્કી ન થતા પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

કોરોનામાં બેકાર થતા શ્રમિકનો આપઘાત
કોરોનાની મહામારી વચ્ચે બેરોજગારી છીનવાઇ જવાથી લોકો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. આવા જ વધુ એક બનાવમાં કણકોટના યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે દારૂ ન પીવાની પરિવારની સલાહ બાદ પ્રૌઢે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. કણકોટ ગામે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઇ મકવાણા નામના યુવાને સોમવારે તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. રાજેશને રૂમમાં લટકતો જોઇ પરિવારે તુરંત નીચે ઉતાર્યો હતો. અને 108ને જાણ કરી હતી. 108ની તપાસમાં રાજેશનું મોત નીપજ્યાનું જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી.

રાજેશ મજૂરીકામ કરતો હતો
તાલુકા પોલીસની તપાસમાં રાજેશ મજૂરીકામ કરતો હતો, પરંતુ કોરોનાની મહામારીના સમયમાં કામકાજ નહિ મળવાથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. પત્ની અને પુત્રીનું ગુજરાન કેવી રીતે ચલાવશેની ચિંતામાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. સાત મહિના પહેલા જ રાજેશના મોટાભાઇ ચંદુભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે.

પ્રૌઢે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
જ્યારે અન્ય એક બનાવમાં શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર સોસાયટી-11માં રહેતા ધીરૂભાઇ નોરાભાઇ બારૈયા નામના પ્રૌઢે તેમના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. થોરાળા પોલીસ તપાસમાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ધીરૂભાઇને દારૂ પીવાની ટેવ હોય પરિવારજનોએ દારૂ નહિ પીવાનું કહેતા હોય અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવથી ચાર સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...