રાજકોટનું વાતાવરણ અનુકૂળ આવ્યું:પ્રદ્યુમનપાર્ક ઝૂમાં ઇમુ પક્ષીએ 3 બચ્ચાને જન્મ આપ્યાને 3 મહિના થયા, ત્રણેય તંદુરસ્ત

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇમુ પક્ષીના ત્રણેય બચ્ચાની માવજત સારી રીતે કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
ઇમુ પક્ષીના ત્રણેય બચ્ચાની માવજત સારી રીતે કરવામાં આવી રહી છે.
  • 24 જુલાઇ 2015 રોજ ઇમુ ૫ક્ષીની જોડી રાજકોટ લવાઇ હતી

વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ સફેદ વાઘણે 2 વાઘ બાળને જન્મ આપ્યો હતો. હવે આવા જ વધુ એક સમાચારમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને અત્યારે આ ત્રણેય બચ્ચા ત્રણ માસની ઉંમરના થઇ ગયા છે. તેમ મેયર ડો પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.

ઝૂ ખાતે ઇમુ ૫ક્ષીએ બચ્‍ચાનો જન્‍મ
રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત 24 જુલાઇ 2015 રોજ ઇમુ ૫ક્ષીની જોડી (નર તથા માદા) રેસ્‍ક્યુ અર્થે મેળવવામાં આવ્યા હતા. આ બન્ને ૫ક્ષીઓને અહીંનું કુદરતી જંગલ સ્‍વરૂ૫નું
વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ઇમુ દ્વારા ઇંડા મુકવામાં આવ્યા હતા. સામાન્‍ય રીતે ઇમુ ૫ક્ષીઓમાં માદા ૫ક્ષી ઇંડા મુક્યા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર ઇમુ ૫ક્ષી દ્વારા કરવામાં આવે છે. નર ઇમુ દ્વારા સફળતાપૂર્વક સેવવાનું કાર્ય કરાતા 60 દિવસના અંતે ઇંડામાંથી 3 બચ્‍ચાંઓનો જન્‍મ થયો હતો. હાલ આ ત્રણેય બચ્‍ચાં ત્રણ માસના થઇ ગયી છે અને તંદુરસ્‍ત હાલતમાં પાંજરામાં હરતા-ફરતા જોઇને મુલાકાતીઓ પ્રભાવિત થાય છે.

ઇમુ પક્ષીના ત્રણેય બચ્ચા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ઇમુ પક્ષીના ત્રણેય બચ્ચા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ઇમુ ૫ક્ષીની વિશેષતા
ઇમુ ૫ક્ષી વિશ્વનું બીજા નંબરનુ સૌથી મોટું ઉડી ન શકતું ૫ક્ષી છે. પ્રથમ નંબરે સૌથી મોટું ઉડી ન શકતુ પક્ષી શાહમૃગ છે. ઇમુ ૫ક્ષી ભારતના કોઇપણ ભાગમાં જોવા મળતું નથી. તેનું કુદરતી રહેઠાણ ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુ હોલેન્‍ડ તથા ન્‍યુ જીનીયાના ખુલ્‍લા મેદાનો ધરાવતા જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્‍તારોમાં જોવા મળે છે. આ પક્ષી મિશ્રાહારી હોય, કુણા ઝાડ-પાન, જીવજંતુ, તીડ, ખડમાંકડ, ઇયળો, કિટકો તેમજ જમીન પરના અન્‍ય નાના જીવજંતુઓ ખાય છે. આ પક્ષીની સામાન્‍ય ઊંચાઇ 5થી 6 ફુટ જેટલી હોય છે. તે 48 કિમીની ઝડપે દોડી શકે છે. તેનું સરેરાશ વજન 30થી 55 કિલો અને આયુષ્‍ય 30થી 35 વર્ષ જેટલુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...