દારૂબંધી તો પછી બોટલ ક્યાંથી આવી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પસમાં શરાબની ખાલી બોટલ. - Divya Bhaskar
કેમ્પસમાં શરાબની ખાલી બોટલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ચારથી વધુ ખાલી બોટલો મળી આવતા અનેક શંકાઓ ઊઠી છે. શિક્ષણનું ધામ ગણાતી વિશ્વવિદ્યાપીઠમાં કચરામાં પણ પેન, પેન્સિલ, કાગળ જેવી વસ્તુઓ નીકળતી હોય છે એવામાં કેમ્પસમાં શરાબની ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત થાય છે.

યુનિવર્સિટી કેમ્પસ એટલું વિશાળ છે કે અહીં કોઈ વ્યક્તિ બહારથી ખાલી બોટલો ફેંકવા ન આવે અને રહેણાક વિસ્તારો પણ અહીંથી દૂર છે, આ ઉપરાંત દરરોજ સાંજે જે લોકો યુનિવર્સિટી કેમ્પસમાં વોકિંગ કરવા આવતા એ પણ કોરોનાને કારણે બંધ કરી દેવાયું છે. સાંજે લોકો માટે પ્રવેશબંધી કરી છે, કેમ્પસમાં 30થી વધુ સિક્યોરિટી ગાર્ડ પણ રખાયા છે છતાં શિક્ષણના ધામમાં સત્તાધીશોની જાણ બહાર આ પ્રકારની પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકા ઉપજી છે. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો આ પ્રકરણમાં કોઈ તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...