તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી:જીવતા વૃદ્ધાના ડેથ સર્ટિફિકેટ સાથે બીજાની ડેડબોડી આપી, પરિવારે સમયસુચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત

રાજકોટ5 દિવસ પહેલા
જીવતા માજીનું ડેથ સર્ટિફિકેટ આપી દીધું.
  • પરિવારે સગા-વ્હાલાઓને બોલાવી લીધા, બહેન-દીકરીઓ ઘરે રોકકળ કરવા લાગી
  • અંતિમસંસ્કાર માટેની તૈયારી કરી લેવામાં આવી, માજી જીવતા નીકળતા પરિવાર રાજી

કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી અને ડેડબોડી બીજાની આપી. જોકે પરિવારને ફોટો બતાવતા જ પરિવારે આ વૃદ્ધા આમારા નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસુચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત.

પરિવારે અંતિમસંસ્કારની તૈયારી કરી લીધી હતી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે શ્વાસની તકલીફ ધરાવતા રાજીબેન મૈયાભાઇ વરૂને દાખલ કરવામાં આવ્યા હતા. આજે માજીના દિકરાને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા માજીનું નિધન થયું છે. આથી પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બાદમાં માજીનું ડેથ સર્ટિફિકેટ પણ આપ્યું અને પીપીઇ કિટમાં પેક ડેડબોડી લઇ જવા જણાવ્યું. પરંતુ પરિવારને ફોટો બતાવતા જ પરિવારે કહ્યું કે આ અમારા માજી નથી. બાદમાં માજી જીવતા નીકળતા તેના દિકરા સાથે વીડિયો કોલથી વાત પણ કરાવી. પરિવારે અંતિમસંસ્કાર માટેની પણ તૈયારી કરી લીધી હતી.

હોસ્પિટલે સ્વીકાર્યુ કે જે કંઇ બન્યું તે અમારા સ્ટાફની ભૂલને કારણે
મૃતકના ભત્રીજા વાલાભાઇ વરૂએ જણાવ્યું હતું કે, મારા કાકી રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ કાલે લાવ્યા હતા. આથી હોસ્પિટલે મારા કાકીને કોવિડમાં એડમીટ કરી દીધા. આજે ત્રણ વાગ્યે ફોન આવ્યો કે રાજીબેનનું મૃત્યુ થઇ ગયુ છે તેની ડેડબોડી લઇ જાવ. આથી અમે બધા હોસ્પિટલે આવ્યા અને અમને ડેથ સર્ટિફિકેટ બતાવ્યું. પછી ફોટો દેખાડ્યો તો અમે કહ્યું કે આ અમારા માજી નથી. અમે સ્વીકારવા રાજી નથી. પછી હોસ્પિટલ સ્ટાફે વીડિયો કોલથી માજી દેખાડ્યા તો અમે કહ્યું આ અમારા માજી છે. બાદમાં હોસ્પિટલે સ્વીકાર્યુ કે જે કંઇ બન્યું તે અમારા સ્ટાફની ભૂલને કારણે બન્યું છે.

પરિવારજનોની એક જ માગ બેદરકારી દાખવનારને કડક સજા કરો.
પરિવારજનોની એક જ માગ બેદરકારી દાખવનારને કડક સજા કરો.

અમારા માજી જીવે છે અને તબિયત સારી છે
વાલાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ડેડબોડી સ્વીકાર્યા વગર નીકળી ગયા હતા. અમારા માજી જીવે છે અને વીડિયો કોલમાં વાત પણ કરી અમે. માજીએ કહ્યું કે બેટા મને લઇ જા મને કંઇ છે નહીં. અમારા માજીનો કોરોના રિપોર્ટ કરાવ્યો તે પણ નેગેટિવ આવ્યો છે. અમને મૃત્યુનો ફોન આવતા જ અમે સગા-વ્હાલાને જાણ કરી દીધી હતી અને સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી કરી દીધી હતી. ઘરે રોકકળ પણ થઇ હતી. મારૂ એટલું જ કહેવું છે આ અંગે તંત્રએ ધ્યાન દોરવું જોઇએ. જેથી ભવિષ્યમાં આવું બીજા સાથે ન થાય. હોસ્પિટલના સ્ટાફને તેની ભૂલની સજા મળવી જોઇએ. આવડી મોટી ભૂલ ન થવી જોઇએ.

માજીના ભત્રીજા વાલાભાઇ વરૂ.
માજીના ભત્રીજા વાલાભાઇ વરૂ.

ડેથ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું
અમારા માજીનું ડેથ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું. પરંતુ ફોટો જોઇને અમને ખબર પડી કે આ તો મોટી ભૂલ છે. સુરત-અમદાવાદમાં તાજેતરમાં બનાવ બન્યો હતો કે, મૃતકની ડેડબોડી બીજાને આપી દીધી હતી. આથી રાજકોટ સિવિલ હોસ્પિટના સ્ટાફની ભૂલની સજા મળવી જોઇએ. અમારી માગ એટલી જ કે, આવું બીજા સાથે ન થાય તે માટે સજા થવી જોઇએ. હવે અમારે ભરોસો જ નથી એટલે અમે કલાકમાં જ રજા લઇ માજીને ઘરે લઇ જવાના છીએ.

કોણ સાંભળે , તબીબ અને વરુ પરિવાર વચ્ચે થયેલા સંવાદ
તબીબ : તમારા સગા જોડે વાત કરો
માજી : બેટા રજની મને તેડી જાઓ નથી રહેવું
રજનીભાઈ : બધું સારું છે ને, હવે રજા જ લઈએ છીએ
તબીબ : હા વાત થઈને
રજનીભાઈ : અમારે રજા લઈ લેવી છે સર
તબીબ : થોડીવાર મૌન
રજનીભાઈ : અરે યાર આવડી મોટી ભૂલ થાય
તબીબ : બે રાજીબેન હતા એટલે…
રજનીભાઈ : અરે બે હોય કે 10 હોય અટક તો વાંચવાની ખબર પડે કે નહીં, તમે ભણેલા છો અભણ થોડા છો, કોઇની જિંદગી સાથે ખિલવાડ થોડી થાય
તબીબ : અરે સોરી થોડી ગડબડ થઈ ગઈ
રજનીભાઈ : અરે કોઇને છરી મારીને પછી સોરી કહીએ તો ચાલે ? આ તમે 302 કરી
તબીબ : તમારા દર્દી સ્ટેબલ છે ચિંતા ન કરો
રજનીભાઈ : અમારે રજા જ લેવી છે. તમારી એક વાત પર મેં પરિવાર ભેગો કરી દીધો આ નાની વાત થોડી છે, રમત છે કઈ ? તમે ડોક્ટર છો વિચારો તો ખરા
તબીબ : અરેરેરે
રજનીભાઈ : શું અરે અરે કરો છો હું એમ કહી દઉં કે તમારા મધર ગુજરી ગયા તો સહન થશે ?
તબીબ : અરે ન ચાલે તમારી વાત સાચી પણ તે ભાઈ મુંબઈનો છે એટલે..
રજનીભાઈ : તો પણ વાંચતા તો આવડે કે નહિ, આવી નોકરી શું કામ કરો છો
તબીબ : અરે ભાઈ
રજનીભાઈ : શું અરે ભાઈ નથી સાંભળવું

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો