તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ ઘટ્યા:ખાદ્યતેલમાં કૃત્રિમ તંગી દૂર, તેલમાં 25 થી લઇને રૂ.40 સુધી ભાવ ઘટ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગતેલનો ડબ્બો રૂ.2465નો થયો

ચોમાસું નજીક આવતા જ સંગ્રહખોરો સંગ્રહ કરેલો માલ વેચવા કાઢી રહ્યા છે. જેથી તેલના ભાવ તૂટ્યા છે. સોમવારે તેલમાં રૂ. 25થી લઈ રૂ.40 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. કપાસિયા તેલમાં રૂ.40નો ઘટાડો થયા બાદ તેલનો ડબ્બો રૂ.2285નો થયો જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2465નો થયો હતો.

વનસ્પતિ ઘીના ભાવમાં રૂ.110નો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સિંગતેલના ડબ્બામાં રૂ. 25, કપાસિયા તેલમાં રૂ. 40, પામોલીનમાં રૂ.40, સનફ્લાવર તેલમાં રૂ.20 અને કોર્ન ઓઇલમાં રૂ. 40 ભાવ ઘટ્યા હતા. રાજકોટમાં સિંગતેલ લૂઝનો ભાવ ગગડીને 1400ની નીચે સરકી રૂ.1375નો થયો હતો. કપાસિયા વોશમાં ભાવ ઘટતા તેમાં રૂ.1270ના ભાવે સોદા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...