મગફળીની આવક:યાર્ડમાં મગફળી માટે ટોકન સિસ્ટમ દૂર કરતા આવક વધી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પામોલીનના ભાવમાં રૂ. 25નો ઘટાડો થયો

વરસાદી માહોલને કારણે છેલ્લે યાર્ડમાં જણસીની આવક સ્વીકારવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, પરંતુ હવે આકાશ સ્વચ્છ થતા યાર્ડમાં મગફળીની આવક સ્વીકારવા માટે જે ટોકન સિસ્ટમ હતી તે દૂર કરવામાં આવી છે. આ સાથે જ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થયો હતો. આવક વધવાને કારણે ભાવમાં પણ રૂ. 30નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મુખ્ય તેલના ભાવ સ્થિર રહ્યાં છે. જ્યારે પામોલીન તેલના ભાવમાં રૂ. 25નો ઘટાડો જોવા મળ્યો હતો.

બુધવારે જાડી મગફળીની આવક 2700 ક્વિન્ટલ હતી અને ઝીણી મગફળીની આવક 1800 ક્વિન્ટલ હતી. જેની સરખામણીએ ગુરુવારે આ આવક વધી હતી. જેમાં ઝીણી મગફળીની આવક 6300 ક્વિન્ટલ રહી હતી. જ્યારે જાડી મગફળીની આવક 4200 ક્વિન્ટલ હતી અને ભાવની સપાટી રૂ. 1346થી ઘટીને રૂ. 1325 એ પહોંચી હતી.

હાલ બજારમાં મગફળીની આવક થઈ રહી છે, પરંતુ તે ભેજવાળી હોવાને કારણે તેની ડિમાન્ડ નથી. આવક વધવાને કારણે અને સામે ડિમાન્ડ નહિ હોવાને કારણે ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દિવાળી પછી આવક થતી હોય છે. દિવાળી પછી ભાવ રૂ. 1400ની સપાટીએ પહોંચે તેવી સંભાવના છે. ગુરુવારે કપાસની આવક 4500 ક્વિન્ટલ રહી હતી. જ્યારે તેનો ભાવ રૂ. 1616થી લઇને રૂ.1765 સુધીનો મળ્યો હતો. જોકે બુધવારની સરખામણીએ કપાસના ભાવમાં રૂ. 35નો ઘટાડો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...