તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં વીજકર્મીઓ આંદોલનના માર્ગે, નોટિસનો જવાબ ન મળતા રોષ, 21મીથી માસ સીએલ પર હડતાળ પર ઉતરશે

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
PGVCLના MD શ્વેતા ટિયોટીયાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
PGVCLના MD શ્વેતા ટિયોટીયાની ફાઈલ તસ્વીર
  • વહીવટીય વડાની નીતિ સામે 16થી વર્ક ટુ રૂલ કાર્ય કરાશે

PGVCL કંપનીના ટેકનિકલ અને નોન ટેકનિકલ વીજકર્મીઓ તથા ફિલ્ડ આદીવાસીઓના સામૂહિક હિતોને સ્પર્શતા વર્તમાન નિયમોનું પાલન કરવા નિષ્ફળ જવાથી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને સંકલન સમિતિ દ્વારા વીજકર્મીઓની આપતી દુર કરવા નોટિસો આપવા છતાં એક પણ હકારાત્મક અભિગમ ન અપનાવતા વીજકર્મીઓમાં રોષની લાગણી છવાય ગઈ છે.હવે 21મીથી માસ સીએલ પર હડતાળ પર ઉતરશે.

સામૂહિક માસ સીએલનો પ્રોગ્રામ અપનાવવામાં આવશે
વીજકર્મીઓ દ્વારા મંત્રીના કૌટુંબિક ભાણેજ આર.સી.પટેલને બઢતી આપવા 10 સિનિયર ઇજનેરને સાઈડલાઇન કરવાનો આક્ષેપ PGVCLના MD સામે કરવામાં આવ્યો છે. જેમાં 9000થી વધુ વીજકર્મીઓ અને અધિકારીઓ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કંપનીના વડાની વીજકર્મીઓ અને અધિકારીઓ સાથે ગુલામો હોય તેવી નીતિ અપનાવી રહ્યા છે.

તબક્કાવાર આંદોલન ચાલુ રહેશે
જેથી કંપનીના વહીવટીય વડાની નીતિ સામે તા.16-6 થી વર્ક ટુ રૂલ અને તા.21ના રોજ સામૂહિક માસ સીએલનો પ્રોગ્રામ અપનાવવામાં આવશે. જ્યાં સુધી તમામ પ્રશ્નોનો હકારાત્મક અમલ ન થાય ત્યાં સુધી અલગ અલગ તબક્કાવાર આંદોલન ચાલુ રહેશે અને સંઘના સદર આંદોલનને જીઈબી એન્જિનિયર એસોસીએશન તથા PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશનનો સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.