વીજચોરીનું વધતું દૂષણ:સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 મહિનામાં 131 કરોડની અને રાજકોટ શહેર-ગ્રામ્યમાં 27 કરોડની વીજચોરી પકડાઇ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
49,988 વીજ કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઇ. - Divya Bhaskar
49,988 વીજ કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઇ.

પીજીવીસીએલ દ્વારા ડિવીઝનની કામગીરીમાં સુધારો કરવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MD વરૂણકુમાર બરનવાલએ માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ વીજલોસ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દૂષણ વર્ષોથી ઉત્તરોત્તર વધતું રહ્યું છે. વીજચોરી અંકુશમાં લેવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા આઠ મહિના દરમિયાન 131 કરોડની પાવર ચોરી પકડાઈ છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 27 કરોડની વીજચોરી ઝડપાઇ છે.

49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી
સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજચોરી ઝડપાઈ છે.

પીજીવીસીએલ દ્વારા 8 મહિનામાં કુલ 429286 વીજજોડાણનું ચેકિંગ કર્યું.
પીજીવીસીએલ દ્વારા 8 મહિનામાં કુલ 429286 વીજજોડાણનું ચેકિંગ કર્યું.

વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ કરાશે
ઉલ્લેખનીય છે કે અધિકારીઓના મળેલા સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓએ આગામી દિવસોમાં વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શિયાળાની ઋતુ દરમિયાન કારખાનાઓ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ, ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક વિસ્તારોમાં પાવરચોરીનું દૂષણ વધતું હોવાથી આ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે આગામી સપ્તાહથી ફરી સૌરાષ્ટ્રમાં વીજચોરી ઝડપી લેવા સ્ક્વોડ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આગામી સમયમાં મોટાપાયે વીજચેકિંગ કરવાનો પીજીવીસીએલનો નિર્ણય
આગામી સમયમાં મોટાપાયે વીજચેકિંગ કરવાનો પીજીવીસીએલનો નિર્ણય

8 મહિનામાં ક્યાં જિલ્લામાં ઝડપાયેલી વીજચોરી

વર્તુળ કચેરી

વીજજોડાણના​​​​​​​​​​​​​​

ચેકિંગની સંખ્યા

વીજચોરીની

સંખ્યા

આકરણી થયેલી

રકમ (કરોડમાં)

રાજકોટ શહેર54990479912.3
રાજકોટ ગ્રામ્ય69637559115.18
મોરબી4068731119.37
પોરબંદર4237953649.61
જામનગર37958489815.84
ભુજ2338918265.35
અંજાર2317426329.62
જૂનાગઢ3005849928.89
અમરેલી35000543512.17
બોટાદ1652428076.13
ભાવનગર31414501218.21
સુરેન્દ્રનગર2407635219.06

​​​​​​

અન્ય સમાચારો પણ છે...