સતત ચોથા દિવસે PGVCLના દરોડા:રાજકોટ, ભાવનગર, ભુજ ડિવિઝન હેઠળ 119 ટીમનું વીજ ચેકિંગ, ગઇકાલે 270 કનેક્શનમાં 46 લાખની વીજચોરી ઝડપાઇ હતી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે વીજ ચેકિંગ હાથ ધરાયું. - Divya Bhaskar
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે વીજ ચેકિંગ હાથ ધરાયું.

સૌરાષ્ટ્રમાં આજે સતત ચોથા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવઝન વિસ્તારમાં 119 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ગઈકાલે 2400 જેટલા કનેક્શન ચેક કરી 270થી વધુ ક્નેક્શનમાંથી 46 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેરના 15 વિસ્તારમાં 49 ટીમ ઉતારાઇ
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે કોઠારિયા અને આજી 1 સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 49 ટીમે એકતા કોલોની, ભવનાથ સોસાયટી, ગાંધી સોસાયટી, સાગર સોસાયટી, જંગલેશ્વર અને બેડીપરા સહિત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 3 ફિડર આવરી લેવામાં આવ્યા છે.

ભાવનગરમાં 39 ટીમ ઉતારવામાં આવી
રાજકોટ શહેરની સાથે સાથે આજે ભુજ અને ભાવનગર ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ સર્કલ અંતર્ગત નખત્રાણા, રવાપર અને દયાપર સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 31 ટીમ, જ્યારે ભાવનગર સર્કલ હેઠળ આવતા ગારિયાધાર 2, ઘોડીઢાલ, પાલીતાણા રૂરલ અને પાલીતાણા ટાઉન સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 39 ટમ દ્વારા દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે.

બીજા દિવસે 70.10 લાખની વીજચોરી ઝડપાઇ હતી
સૌરાષ્ટ્રમાં બીજા દિવસે PGVCL દ્વારા 2000થી વધુ વીજ કનેક્શન ચેક કરી 250થી વધુ કનેક્શનમાંથી 70.17 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ભુજ સર્કલ હેઠળ 838 કનેક્શન ચેક કરી 49 ક્નેક્શનમાંથી 28.53 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી, જ્યારે ભાવનગર સર્કલ હેઠળ 336 કનેક્શન ચેક કરી 96 કનેક્શનમાંથી 17.11 લાખ અને રાજકોટ શહેરમાંથી 1069 કનેક્શન ચેક કરી 115 કનેક્શનમાંથી 24.53 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

ગઇકાલે રાજકોટ શહેરમાંથી 17.32 લાખની વીજચોરી ઝડપાઇ હતી
જ્યારે ગઈકાલે ત્રીજા દિવસે દિવસે PGVCL દ્વારા 2000થી વધુ વીજ કનેક્શન ચેક કરી 270થી વધુ ક્નેક્શનમાંથી 46 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. જેમાં ભુજ સર્કલ હેઠળ 790 કનેક્શન ચેક કરી 52 ક્નેક્શનમાંથી 14.58 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી, જ્યારે ભાવનગર સર્કલ હેઠળ 452 કનેક્શન ચેક કરી 101 કનેક્શનમાંથી 14.91 લાખ અને રાજકોટ શહેરમાંથી 1158 કનેક્શન ચેક કરી 124 કનેક્શનમાંથી 17.32 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...