સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા:રાજકોટ, ભાવનગર, ભુજમાં 114 ટીમનું વહેલી સવારથી વીજ ચેકિંગ, ગઈકાલે 260 કનેક્શનમાંથી 70.17 લાખની વીજચોરી ઝડપાઇ હતી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીજચોરી કરનારા પર PGVCLની તવાઇ. - Divya Bhaskar
વીજચોરી કરનારા પર PGVCLની તવાઇ.

સૌરાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 114 ટીમે વીજ ચેકિંગ હાથ ધર્યું છે. જ્યારે ગઈકાલે 2000થી વધુ વીજ કનેક્શન ચેક કરી 260 જેટલા ક્નેક્શનમાંથી 70.17 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં આજે 20 વિસ્તારમાં વીજ ચેકિંગ
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે રૈયા રોડ, માધાપર, બેડીનાકા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 45 ટીમ દ્વારા મીરાનગર, રૈયારોડ, 150 ફૂટ રિંગ રોડ, રાધિકા પાર્ક, રાજીવનગર સહિત 20 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 4 ફીડર આવરી લેવામાં આવ્યા છે.

રાજકોટમાં 45 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી.
રાજકોટમાં 45 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી.

આજે આટલા વિસ્તારોમાં વીજ ચેકિંગ
રાજકોટ શહેરની સાથે સાથે આજે ભુજ અને ભાવનગર ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકીંગની દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ સર્કલ અંતર્ગત માંડવી શહેર, માંડવી રૂરલ અને મુંદ્રા 1 સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 31 ટીમ જ્યારે ભાવનગર સર્કલ હેઠળ આવતા તાળાજા 1, તાળાજા 2 અને ત્રાપજ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 38 ટીમો દ્વારા દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં 115 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ
સૌરાષ્ટ્રમાં ગઈકાલે બીજા દિવસે PGVCL દ્વારા 2000થી વધુ વીજ કનેક્શન ચેક કરી 250થી વધુ જેટલા કનેક્શનમાંથી 70.17 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ભુજ સર્કલ હેઠળ 838 કનેક્શન ચેક કરી 49 ક્નેક્શનમાંથી 28.53 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી, જ્યારે ભાવનગર સર્કલ હેઠળ 336 કનેક્શન ચેક કરી 96 ક્નેક્શનમાંથી 17.11 લાખ અને રાજકોટ શહેરમાંથી 1069 કનેક્શન ચેક કરી 115 ક્નેક્શનમાંથી 24.53 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

ગઈકાલે રાજકોટમાં 115 ક્નેક્શનમાંથી 24.53 લાખની વીજચોરી ઝડપાઇ હતી.
ગઈકાલે રાજકોટમાં 115 ક્નેક્શનમાંથી 24.53 લાખની વીજચોરી ઝડપાઇ હતી.

નવા વર્ષની શરૂઆતમાં જ 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆત થતા PGVCL દ્વારા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને જામનગર સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકિંગ અંગે દરોડા કરી 500 જેટલા ક્નેક્શનમાંથી 1.50 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે આજે પણ સવારથી શરૂ થયેલ દરોડામાં મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...