PGVCL સામે રોષ:વીજબિલ નિયત ફોર્મમાં મળતા નથી, અધૂરી રકમ બતાવતા ગ્રાહકોની મુશ્કેલી વધી : ચેમ્બર

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં પડતી મુશ્કેલીની રજૂઆત ચેમ્બરે ગાંધીનગર કરી, PGVCL સામે રોષ વ્યક્ત કર્યો​​​​​​​

PGVCLના પેટા વિભાગ દ્વારા અપૂરતી માહિતી વાળા વીજબિલ પાઠવવામાં આવે છે. જેને કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે છે. બિલમાં ટેરિફ, વિવાદ નિવારણ ફોરમની વિગતો જ રજૂ નથી કરવામાં આવતી. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સે ગાંધીનગર, વડોદરામાં ઉચ્ચ અધિકારીને પત્રલખી જણાવ્યું છે કે,છેલ્લા બેથી ત્રણ માસ સુધી અધૂરા વીજબિલ પાઠવવામાં આવે છે.

કોઇ પેટા વિભાગ બિલમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યૂલ કોસ્ટ, ઈલેક્ટ્રિક ડ્યૂટી, મીટર ભાડું અલગ-અલગ દર્શાવવાને બદલે બધી રકમ એકસાથે લખી દેવામાં આવે છે. આ બધી રકમનો સરવાળો મોટો થાય છે. વીજ નિયંત્રકની દર્શાવેલ માહિતીવાળુ બિલ ન આપી ફકત મશીન દ્વારા ગણતરી કરેલું મશીન બિલ અધૂરી માહિતી વાળા ફોર્મમાં ચોંટાડીને પાઠવવામાં આવે છે.

આમને-સામને
હજુ ફરિયાદ આવી નથી

મોટાભાગના બિલો માહિતી સાથે જ આપવામાં આવે છે. હજુ કોઈ ગ્રાહકને અધૂરી વિગતો વાળા બિલ મળતા હશે તો તે અંગે અમે ચકાસણી કરી લઇશું ગ્રાહકોને પૂરતી વિગતો સાથે વીજબિલ મળે તે માટેના પ્રયાસો કરીશું. - વરુણકુમાર બરનવાલ, MD, PGVCL

બે માસથી મુશ્કેલી છે
અનેક લોકોને સમસ્યા છે પરંતુ જૂજ લોકો ફરિયાદ કરે છે. છેલ્લા બે માસથી આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યાં છે. ચેમ્બરને આ અંગેની ફરિયાદ મળી છે. આ પહેલાં પણ વીજબિલની અનિયમિતતા અંગે પેટા વિભાગને રજૂઆત કરી હતી. - વી. પી. વૈષ્ણવ, પ્રમુખ, ચેમ્બર

અન્ય સમાચારો પણ છે...